Yogashan Ane Swasthya
124 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

Yogashan Ane Swasthya , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
124 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

Yoga for Better Health' provides you the guidance and makes your learning easy about Yoga. It enables you to practice the exercises to suit your body, especially 'Pranayam', 'Meditation' and 'Hasya Yoga', thus enjoy a healthy life. You are truly healthy when you are not just physically fit but also mentally and emotionally balanced. "International Yoga Day, 21 June, was declared as the International day of Yoga by the United Nations on December 11,2014." This book is prepared with an objective to introduce the reader to Yoga. It comprises number of "Illustrations' explaining finer key points for each posture of the Asanas. Also how yoga is going to develop an 'All Round Fitness' by giving relief from 'Stress'.It also narrates - how yoga is going to develop true happiness comes from within and enhance the efficacy of your heart. This book is helpful to children & ladies, as well."Health is not a mere absence of disease. It is a dynamic expansion of life - in terms of how joyful, loving and enthusiastic you are." - Sri Ravi Shankar

Informations

Publié par
Date de parution 01 janvier 0001
Nombre de lectures 0
EAN13 9788128819650
Langue English

Informations légales : prix de location à la page 0,0158€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

યોગાસન અને સ્વાસ્થ્ય
 
ડાયમંડ બુક્સ
 
eISBN: 978-81-2881-965-0
© પ્રકાશકાધીન
પ્રકાશક :ડાયમંડ પૉકેટ બુક્સ (પ્રા.) લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન:011-40712100
ઇ-મેઇલ: ebooks@dpb.in
વેબસાઇટ: www.diamondbook.in
સંસ્કરણ:2016
Yogashan Ane Swasthya
By : Acharya Bhagwan Dev
સમર્પણ
એ બધાને, જે ચિકિત્સકની પાસે જવાને બદલે યોગાભ્યાસથી સ્વસ્થ રહેવા ઇચ્છે છે
ભૂમિકા
જીવનની ભાગદોડમાં દરેક કોઈ તણાવથી ઘેરાયેલો રહે છે. તણાવ કેટલાય પ્રકારની માનસિક અને શારીરિક વ્યાધિઓને આંમત્રણ આપે છે. વ્યાધિગ્રસ્ત વ્યક્તિનું સ્વાસ્થ્યની સાથે-સાથે સૌંદર્ય પણ ક્ષીણ થઈ જાય છે. સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે યોગની ઉપયોગિતાને જોતાં લોકોનું વલણ યોગની તરફ નિરંતર વધી રહ્યું છે. કોઈ પણ સૌંદર્યોપચાર સ્થાયી પ્રભાવ નથી છોડતો. માત્ર યોગ જ અચૂક સાધન છે, જેનાથી સ્વાભાવિક અને ચિરસ્થાયી સૌંદર્ય મેળવી શકાય છે. એનો નિયમિત અભ્યાસ આપણને તન-મન તેમજ આત્મા, ત્રણેયના સ્તર પર સ્વસ્થ અને મજબૂત બનાવે છે.
ભારતીય સમાજના કોઈપણ દર્શનમાં યોગના નવ યોગોનું વર્ણન કરવામાં આવ્યું છે - સહજ યોગ, મંત્ર યોગ, રાજ યોગ, હઠ યોગ, લય યોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ અને નોધા ભક્તિ. યોગ પર ચર્ચા ચાલતાં જ સહજ જ આપણી આંખોની સામે સ્વામીઓ અને યોગ ગુરુઓની છબિ ફરી જાય છે. યોગ અને યોગી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ભારતીય યોગ શાસ્ત્રોમાં નિહિત છે કે યોગ એ વિદ્યા છે, જેનાથી મનુષ્યનો માનસિક તેમજ શારીરિક વિકાસ થાય છે. આ આપણને રોગોથી બચાવવા તેમજ એમનાથી દૂર રાખવાનો સરળ અને પ્રાકૃતિક ઉપાય પણ છે.
૨૧ જૂન, ૨૦૧૫એ 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ના રૃપમાં ઘોષિત કરવો આ વર્ષની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે, જેને વિશ્વના બધા દેશોની માન્યતા તો મળી જ છે, બલ્કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આ કાર્ય માટે ખૂબ જ પ્રશંસા મળી છે, કેમ કે આ એમના જ પ્રયાસોનું સુપરિણામ છે કે, ભારતને વિશ્વ ફલક પર પણ એક નવી ઓળખ મળી છે.
રાજપથ, જેને ઇન્ડિયા ગેટ તથા ૨૬ જાન્યુઆરીના ગણતંત્ર દિવસ સમારોહ સ્થળના રૃપમાં લોકો દ્વારા અધિક ઓળખવામાં આવે છે, ૨૧ જૂન, ૨૦૧૫એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસથી આ સ્થાનને પોતાની નવી તસ્વીર જ નહીં, બલ્કે વર્લ્ડ રેકૉર્ડ બનાવીને ભારતને વિશ્વ ક્ષિતિજ પર છવાઈ જવાનો નવો વિસ્તાર પણ મળ્યો છે.
આ દિવસે રાજપથ પર ૩૫,૯૮૫ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે સામૂહિક યોગ કરીને ના ફક્ત એક વિશ્વ કીર્તિમાન સ્થાપિત કર્યો, બલ્કે દુનિયાભરમાં ભારતની સંસ્કૃતિના પ્રતીક 'યોગ'ને વિશ્વના ખૂણે-ખૂણે પહોંચાડવાનો સફળ પ્રયાસ પણ કર્યો. આ દુનિયાભરના ૧૯૨ દેશોના ૨૫૧ શહેરોમાં યોગના સામૂહિક કાર્યક્રમ આયોજિત થયાં. એમાં ૪૬ મુસ્લિમ દેશ પણ હતા. ૨૧ જૂનને દુનિયાભરમાં કુલ મિલાવીને બે કરોડ લોકોએ યોગાસન કર્યા. એક સાથે યોગની આવી ધકમ ક્યારેય સંભળાઈ ન હતી, જેવી ૨૧ જૂન, ૨૦૧૫એ સંભળાઈ.
આ દિવસનો પાયો મોદીએ ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૪એ સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આપેલા પોતાના પ્રથમ સંબોધનમાં પ્રસ્તાવિત કર્યો હતો. આ પ્રસ્તાવના થોડાં દિવસો પછી ભારત સરકારથી પૂછવામાં આવ્યું હતું કે, કયા દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કરી શકાય છે. આ વાતનો નિર્ણય સ્વામી રામદેવ જીની સાથે પતંજલિ યોગપીઠમાં લેવામાં આવ્યો. સ્વામી રામદેવે આ દિવસ માટે ૨૧ જૂનનો દિવસ એ કહીને સલાહ આપી કે - 'આ દિવસ વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે અને યોગ પણ મનુષ્યને દીર્ઘ જીવન પ્રદાન કરે છે.' રામદેવ દ્વારા સૂચિત આ દિવસને પ્રધાનમંત્રી અને ભારત સરકારે સ્વીકૃત કરતાં સંયુક્ત રાષ્ટ્ર સંઘને મોકલ્યો, જેને મંજૂર કરી લેવામાં આવ્યો અને ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઘોષિત કરવામાં આવ્યો.
મોદીના જીવનમાં યોગનું સ્થાન છેલ્લાં ૨૬ વર્ષોથી છે, આ વાતને એમણે રાજપથ પર યોગ કરવાથી પહેલાં પોતાના ભાષણમાં કહ્યું. જેમણે બતાવ્યું કે- 'યોગ મારા જીવનનો સહારો છે, હું વર્ષોથી એને કરી રહ્યો છું. મારા જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું છે. ...યોગ વ્યવસ્થા નહીં, એક અવસ્થા છે. ...યોગથી શક્તિ મળે છે... જો મસ્તિષ્ક શરીરનું મંદિર છે, તો યોગ એક સુંદર મંદિરનું નિર્માણ કરે છે... આ વાતના કેટલાય પ્રમાણ છે કે, યોગ તણાવ અને જટિલ બીમારીઓથી લડવામાં આપણી મદદ કરે છે.'
યોગ દિવસ વિશે મોદીએ એ પણ કહ્યું કે- 'યોગ દિવસ પ્રેમ, શાંતિ અને એકતાનો પ્રતિક છે તથા આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય માનવ કલ્યાણ અને દુનિયાને તણાવમુક્ત બનાવવાની સાથે-સાથે દુનિયાભરમાં સદ્ભાવનાનો સંદેશ પહોંચાડવાનો છે.' પ્રધાનમંત્રીએ આ દિવસ પર લોકોને શુભકામનાઓ પાઠવતા એમનાથી યોગને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવવાનો સંકલ્પ લેવાની અપીલ પણ કરી.
– લેખક
પ્રકાશકીય
સ્વસ્થ જીવનની કળા
ભારતીય દર્શનમાં યોગ એક અતિ મહત્ત્વપૂર્ણ શબ્દ છે. આ શબ્દ વેદો, ઉપનિષદો, ગીતા તેમજ પુરાણોમાં આદિ કાળથી જ વ્યવહારમાં આવી રહ્યો છે. આત્મદર્શન તેમજ સમાધિથી લઈને કર્મક્ષેત્ર સુધી યોગનો વ્યાપક વ્યવહાર આપણાં શાસ્ત્રોમાં થયો છે. ભારતના આધુનિક સંતોએ તો ગીતાના યોગનો પ્રચાર આખી દુનિયામાં કર્યો છે. ગીતામાં તો યોગેશ્વર શ્રીકૃષ્ણ યોગને વિભિન્ન અર્થોમાં પ્રયુક્ત કરે છે. અનુકૂળતા-પ્રતિકૂળતા, સિદ્ધિ-અસિદ્ધિ, સફળતા-નિષ્ફળતા અને જય-પરાજય - આ સમસ્ત ભાવોમાં આત્માસ્ય રહીને સમ રહેવાને પણ યોગ જ કહે છે. મહર્ષિ અરવિંદનું માનવું છે કે, પરમદેવની સાથે એકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો તથા એનેપ્રાપ્ત કરવા જ બધા યોગોનું સ્વરૃપ છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અથાગ પ્રયત્નોના પરિણામસ્વરૃપ ૨૧ જૂન, ૨૦૧૫એ આખી દુનિયાએ એક સાથે અને સમવેત સ્વરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવ્યો. ૧૯૨ દેશોના ૨૫૧ શહેરોમાં મનાવવામાં આવેલો પ્રથમ યોગ દિવસ અને બે અબજ લોકોએ પોત-પોતાની રીતથી યોગાસન કર્યા. ખુદ ભારતીય પ્રધાનમંત્રીએ રાજધાની દિલ્લીના રાજપથ પર યોગાભ્યાસ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધાં. એ દિવસે લગભગ આખી દુનિયા યોગમય થતી નજરે આવી. એ ગૌરવશાળી ક્ષણોને જોઈને દરેક ભારતીયની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. કહે છે કે, સાર્વભૌમિક, વૈજ્ઞાનિક અને પરંપરાગત જ્ઞાનનું નામ ધર્મ છે અને ઇચ્છાઓથી મુક્ત થવું યોગ. કોઈપણ કામને એકાગ્રતાની સાથે કરવું પણ તો યોગ જ છે. જેના જ્ઞાન અને આચરણ (જાણવા અને જીવવા)માં ફરક ના હોય, તે જ તો સાચો યોગી છે. સાચો સવાલ એ છે કે, યોગને ફક્ત ૨૧ જૂન સુધી જ ના સમેટવો જોઈએ. એને દૈનિક જીવન અને સિસ્ટમ (સ્કૂલ, કૉલેજ, ડિફેન્સ વગેરે)નો પણ હિસ્સો બનાવવો જોઈએ અને એનું માનવીયકરણ પણ થવું જોઈએ.
આમ પણ ભારતની પહેલ પર રવિવાર ૨૧ જૂન, ૨૦૧૫એ આયોજિત પ્રથમ યોગ દિવસને આવવાવાળા સમયમાં ગ્લોબલ લોકપ્રિયતાની વાનગી તરીકે પણ જોઈ શકાય છે. પરંતુ એમાં પણ કોઈ શંકા નથી કે, અહીંયાથી આગળ યોગને લઈને ભારતની જવાબદારીઓ પણ ખૂબ આગળ વધી ગઈ છે. મનને સ્થિર અને ચપળ બનાવવાવાળા આ વિજ્ઞાનને દુનિયાના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ રીતથી અજમાવવામાં આવી રહ્યું છે. ખુદ ભારતમાં જ વિભિન્ન સંસ્થા અને આચાર્ય એને પોત-પોતાના ઢંગથી વર્તતા રહે છે. માનક સ્વરૃપ જેવી કોઈ વસ્તુ યોગ પર લાગૂ નથી થતી, પરંતુ બાહ્ય ભિન્નતાઓને જો છોડી દઈએ, તો પોતાની અંતર્વસ્તુમાં યોગ જીવન પદ્ધતિ અને એક દર્શન છે. જે સમય વીતવાની સાથે જ વનોમાં ક્યાંક ગુમ થતી જઈ રહી છે. દુનિયાને યોગની આ મૂળ આત્માથી પરિચિત કરાવવાનું કામ ભારતનું જ છે.
– નરેન્દ્ર કુમાર વર્મા nk@dpb.in
|| વિષય સૂચી ||
  યોગ શું છે અને કેમ જરૃરી છે?૧૧ યોગનો વૈજ્ઞાનિક આધાર૧૪ યોગ એક, માર્ગ અનેક૨૧ યોગનું મહત્ત્વ અને લાભ૨૬ આસનોનું વર્ગીકરણ૩૦ કયા રોગમાં કયું આસન કરશો?૩૧ યોગાસનોથી જોડાયેલાં નિયમ તેમજ સાવધાનીઓ૩૪ વિવિધ આસન૪૦ પ્રાણાયામ૧૦૨ ધ્યાન૧૦૯ સૂર્ય નમસ્કાર૧૧૧ જળ, સ્વર, તાળી અને હાસ્ય યોગ૧૧૫ ભારતના પ્રસિદ્ધ યોગ ગુરુ૧૧૯
યોગ શું છે અને કેમ જરૃરી છે?
યોગ ભારતીય સંસ્કૃતિની પ્રાચીનતમ ઓળખોમાંથી એક છે. આ જ એ વિજ્ઞાન છે, જેના બળ પર ના ફક્ત ભારત ક્યારેક 'સોને કી ચિડિયા' કહેવાતો હતો, બલ્કે વિશ્વગુરુ બનીને પણ ઉભર્યો હતો. ભગવાન શંકર પછી વૈદિક ઋષિ-મુનિઓથી જ યોગનો પ્રારંભ માનવામાં આવે છે. પછી કૃષ્ણ, બુદ્ધ, મહાવીર વગેરેએ પણ એને પોતાની રીતથી વિસ્તાર પ્રદાન કર્યો, જેને આગળ ચાલીને પતંજલિએ સુવ્યવસ્થિત કરીને લેખિત રૃપ આપ્યું અને યોગ સૂત્રની રચના કરી, જે મનુષ્ય માટે કોઈ વરદાનથી ઓછી નથી.
યોગ શું છે...? જ્યારે પણ આ વાતનો ઉલ્લેખ ઊઠે છે, તો મન-મસ્તિષ્કની આગળ આસન લગાવીને કોઈ વૃદ્ધ વ્યક્તિ કે સાધુ-બાબાની તસ્વીર ઉભરીને આવી જાય છે અને આપણે માની બેસીએ છીએ કે, યોગ ના ફક્ત શરીરની વિભિન્ન આડી-ત્રાંસી મુદ્રાઓનું નામ છે, બલ્કે આ ધાર્મિક કેમજ વૃદ્ધ લોકોએ જ કરવાની વસ્તુ છે. યોગનો સંબંધ કોઈ વિશેષ આયુ, ધર્મ તેમજ શરીરના આસનથી નથી અને ના તો આ કોઈ ધાર્મિક કાર્ય કે શ્રદ્ધાનો વિષય છે. આ પૂર્ણ રૃપથી વિજ્ઞાન છે, જે આપણને ના ફક્ત બહારની પ્રકૃતિ તેમજ એના રહસ્યથી જોડે છે, બલ્કે ભીતર છુપાયેલી અજ્ઞાત ઊર્જાથી પણ એક કરે છે.
યોગનો અર્થ, શરીર દ્વારા કરવામાં આવવાવાળા આસન જ નહીં, અન્ય પણ ઘણું બધું છે. યોગનો અર્થ છે- જોડ, સંધિ, એકાત્મકતા. યોગ સંસ્કૃત ભાષાના શબ્દ 'યુજ'થી ઉત્પન્ન થયો છે, જેનો અર્થ છે 'જોડાવું'. યોગ આપણાં શરીર, મન અને આત્માની વચ્ચે સંયમ તેમજ સંતુલન સ્થાપિત કરે છે તથા આપણાં જીવનને સરળ અને સકારાત્મક બનાવે છે, કેમ કે ભીતર-બહારની આ જોડમાં શઆરીરિક આસનોની મહત્ત્વની ભૂમિકા હોય છે, આથી આપણને લાગે છે કે, યોગનો અર્થ તેમજ એની સીમા ફક્ત યોગ આસન સુધી જ છે. આસન બે પ્રકારના છે કે યોગનો અર્થ તેમજ એની સીમા ફક્ત યોગ આસન સુધી જ છે. આસન બે પ્રકારના છે. પ્રથમ શ્રેણીના આસનોને 'ધ્યાનાસન' અને દ્વિતીય શ્રેણીના આસનોને 'સ્વાસ્થ્યાસન' કહે છે. જે આસનમાં બેસીને મનને સ્થિર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, એને 'ધ્યાનાસન' કહે છે અને જે આસન વ્યાયામ નિમિત્તે કરવામાં આવે છે, એમને 'સ્વાસ્થ્યાસન' કહે છે. પતંજલિ યોગ સૂત્ર અનુસાર-
'યોગશ્ચિત વૃત્તિનિરોધઃ'
અર્થાત્ - 'ચિત્તવૃત્તિઓને રોકવી યોગ કહેવાય છે.'
આમ તો 'યોગ'નો શાબ્દિક અર્થ છે - જોડ. હકીકતમાં આ યોગ પણ જોડવું જ છે, પણ કોને જોડવાનું છે? કોનાથી જોડવાનું છે? આ પ્રશ્ન ઊઠવા સ્વાભાવિક છે.
યોગનું પરિણામ હોય છે - 'આત્મા' અને 'પરમાત્મા'નો સંબંધ થઈ જવો. તેથી આ આત્માનો પરમાત્માથી યોગ અથવા જોડાવાનું છે. યોગ શ્રદ્ધા કે ધર્મનો વિષય નથી, વિજ્ઞાનનો વિષય છે. એને હિન્દુ કરે કે મુસલમાન, અમીર કરે કે ગરીબ, આ બધાને લાભ આપે છે. એને કરવા માટે તેમજ લાભ મેળવવા માટે કોઈ શ્રદ્ધાની કે કર્મકાંડની જરૃર નથી, બસ કરવું માત્ર જ જરૃરી છે. આ એવું જ છે, જેમ તાવમાં 'ક્રોસિન'. શું ક્રોસિન ત્યારે પણ અસર બતાવશે, જ્યારે આપણો એમાં અતૂટ વિશ્વાસ હશે? નહીં, તમે તાવમાં એને શ્રદ્ધા વગર ખાઓ અથવા ઇચ્છા વગર, ભલે જ તમે એને નફરતભર્યા મનથી જ કેમ ના ખાઓ, તેમ છતાં એ કામ કરશે, આ જ વિજ્ઞાન છે અને યોગ પણ એ જ વિજ્ઞાન છે, જેને કરવામાં આવે તો લાભ થશે જ, ભલે તમારી એમાં શ્રદ્ધા હોય કે ના હોય. એ વાત અલગ છે કે, કોઈ કામને જો પૂરાં મન તેમજ સ્વીકાર ભાવથી કરવામાં આવે, તો તે જલ્દી અને બમણું ફળ આપે છે. ખેર, એ કહવું પર્યાપ્ત છે કે, યોગ બધા માટે છે અને સૌથી યોગ્ય છે.
યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે, જો એને ઠીક ઢંગથી કરવામાં આવે, તો એનાથી કોઈ નુકસાન નથી થતું, આ પૂર્ણરૃપથી પ્રાકૃતિક છે. એને વૈજ્ઞાનિક ચિકિત્સકોએ લાખો લોકોના રોગો પર શોધ કરીને પૂર્ણ રૃપાં સ્વીકાર્યો છે તથા મેળવ્યું છે કે, આ અસાધ્ય તેમજ જટિલ રોગોમાં પણ અસરકારક છે. સત્ય તો એ છે કે, યોગ ફક્ત રોગોને દૂર કરવાની જ વિધિ કે પ્રક્રિયા નથી, બલ્કે આ શરીરના સમસ્ત રોગોને દૂર કરીને મસ્તિષ્કને તણાવમુક્ત કરે છે તથા આત્માનો ઈશ્વરથી સંબંધ સ્થાપિત કરે છે, જેના માધ્યમથી શરીર અને મન દિવ્ય ઊર્જાના ઘેરામાં આવી જાય છે અને આપણું પૂર્ણ રૃપાંતરણ થવા લાગી જાય છે.
અહીંયા અન્ય એક વાત સમજી લેવી જરરી છે કે, શરીર અને મન કહેવા માટે બે અલગ-અલગ વસ્તુઓ છે. સત્ય તો એ છે કે, આ બે હોવા છતાં પણ એક-બીજાથી જોડાયેલાં છે, બંને એક-બીજાને પ્રભાવિત કરે છે. જો આપણે ઊંડાણતાથી ચિંતન કરીએ, તો આપણે અનુભવ કરીશું કે, આપણે શરીર અને મન સિવાય પણ

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents