Kadve Pravachan
223 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

Kadve Pravachan , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
223 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

* Jain-Sanyas at the age of 13.* Digambar Muni Deeksha at the age of 20.* Address to the nation from Red Fort at the age of 33.* Honoured as 'National Saint-Rashtra Sant' at the age of 35.* Started the new tradition of Guru-Mantra Deeksha at the age of 37.* Address to 'Indian Army' and receives the 'Guard of Honour' from Army at the age of 38.* Address to VIPs in Raj Bhavan (Bangalore) and Keynote Speaker on the occasion of International Mahamastakabhishek of Bhagawan Bahubali in Shravanabelagola(Karnataka) at the age of 39.* Historic decision to continue to be on the post of Muni in spite of ill health (18th Sept., 2007, Kolhapur) at the age of 40.* Participated in the main march-past of RSS in Nagpur, address to participating Swayamsewaks and discourse at Chief Minister's residence in Raipur at the age of 43.* Address to Legislative Council of Madhya Pradesh (27th July, 2010) and in the Chief Minister's residence (8th December) at the age of 44.* Inclusion in 'Guinness Book of World Records' ( 2nd Oct, 2012, Ahmedabad) and 'Limca Book of Records'(28th Aug, 2012) at the age of 45.* Samyukta Chaturmas (2013, Jaipur) of Digambar and Shwetambar Munis for the first time in the 2500 years old history of Jains at the age of 46.* Publishing of his much discussed work-'Kadve Pravachan' in 14 languages on his arrival in Delhi after 14 years by Diamond Books at the age of 47.

Sujets

Informations

Publié par
Date de parution 01 janvier 0001
Nombre de lectures 0
EAN13 9789350837214
Langue English

Informations légales : prix de location à la page 0,0132€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

કડવા પ્રવચન
દેશ-દુનિયામાં પોતાના 'કડવા-પ્રવચનો' માટે વિખ્યાત ક્રાંતિકારી રાષ્ટ્રસંત જૈનમુનિશ્રી તરુણસાગરજીની સલાહો

મુનિશ્રી ૨૦૦૪થી ૨૦૧૪ સુધી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા તેમજ દિલ્લી પ્રવાસ દરમિયાન સત્સંગોમાં પ્રદત્ત કડવા-પ્રવચન. બહુચર્ચિત પુસ્તક 'કડવા-પ્રવચન'ના ૮ ભાગોના સ્વર્ણિમ સૂત્રોનું અપૂર્વ સંકલન
 
ડાયમંડ બુક્સ
 
eISBN: 978-93-5261-105-8
© પ્રકાશકાધીન
પ્રકાશક :ડાયમંડ પૉકેટ બુક્સ (પ્રા.) લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન:011-40712100
ઇ-મેઇલ: ebooks@dpb.in
વેબસાઇટ: www.diamondbook.in
સંસ્કરણ:2015
Karva Pravachan (Gujarati)
By : Jainmunishri Tarunsagar
ભૂમિકા
મુનિશ્રી તરુણ સાગર સદીઓ સુધી યાદ કરવામાં આવશે
ક્રાંતિકારી રાષ્ટ્રસંત મુનિશ્રી તરુણ સાગરજીના વિચારોથી બનેલી આ કૃતિ ''કડવા પ્રવચન''ને પ્રસ્તુત કરતા ભીતરથી હું ખુદને ગૌરવાન્વિત અનુભવી રહ્યો છું.
મુનિશ્રી તરુણ સાગર કોણ છે? એક જૈન સંત, જેમણે ભગવાન મહાવીરને ચાર રસ્તા પર લાવવાનો શંખનાદ કરીને હલચલ મચાવી દીધી, અથવા એક એવા સંત જેમના પ્રવચનોમાં જૈનથી કેટલાય ગણું અજૈન ઉમડે છે અને એમને રાષ્ટ્રસંતની પદવી આપી દે છે. એક મહાન વક્તા જેમની વાણીથી ક્યારેક આગ, તો ક્યારેક શીતળતા વરસે છે અને સીધી હૃદયને સ્પર્શે છે. કોઈ ચમત્કારી મહાપુરુષ, જેમનું સાન્નિધ્ય લેવા માટે શીર્ષ રાજનીતિજ્ઞ અને કલાકાર ખેંચ્યા ચાલી આવે છે અથવા એક એવા વ્યક્તિ, જેમનો જન્મ જ ગિનીજ વિશ્વ રેકૉર્ડ અને લિમ્કા બુક રેકૉર્ડ જેવા કીર્તિમાન બનાવવા હેતુ થયો છે. કોણ છે મુનિ તરુણ સાગર, એ સમજવામાં ઉંમર નિકળી જશે.
મારો પરિચય મુનિશ્રીથી એમના છત્તીસગઢ પ્રવાસ દરમિયાન એક લેખક અને મોટિવેશનલ સ્પીકરના રૃપમાં થયો. ત્યાં સુધી મારી છ બેસ્ટસેલર કૃતિઓ બાર ભાષાઓમાં પ્રકાશિત થઈ ગઈ હતી અને લાખો લોકો મારા સેમિનારોમાં ભાગ લઈ ચુક્યા હતા. સત્ય કહું તો સંતોની પાસે આવવું-જવું મારી 'નહીં' બરાબર હતું, પરંતુ મુનિશ્રીમાં કંઈક ખાસ વાત હતી. એમના છ.ગ. પ્રવાસ દરમિયાન એમને સાંભળવા ગયો. વિશાળ સ્ટેજ, ૨૫-૩૦ હજાર શ્રોતાઓની ભીડ, રાજકીય અતિથિ હોવાના તામ-ઝામ જેવી વસ્તુઓથી હું આશ્ચર્યચકિત રહી ગયો. મનમાં આવ્યું કે કંઈક તો વાત છે. પછી જે સ્ટેજ પર અવાજ ગરજવાનો શરૃ થયો, તો તાળીઓએ રોકાવાનું નામ ના લીધું. હુ ચારે તરફ જોઈ રહ્યો હતો. બાળકો, યુવાનો, વડીલો, જૈન, અજૈન, સામાન્ય, સમૃદ્ધ દરેક માણસ ક્યારેક તાળીઓ વગાડતા, તો ક્યારેક માથું ઝુકાવતા, તો ક્યારેક ઉદ્વેલિત થતા. એ દિવસની જબરદસ્ત યાદો લઈને હું પાછો ફર્યો.
પછી મુનિશ્રીની સાથે વધારે સમય વિતાવવાનું સૌભાગ્ય મળ્યું. મેં મુનિશ્રીની સાથે છત્તીસગઢના મુખ્યમંત્રી ડૉ. રમનસિંહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહના નિવાસ પર સમય વિતાવ્યો. જેટલો મુનિશ્રીની નજીક આવ્યો, એટલો જ વધારે પ્રભાવિત થયો. ઓછી ઉંમરમાં દીક્ષા ગ્રહણ કરવાને કારણે શાળાકીય શિક્ષણ પણ સારી રીતે થઈ શક્યું નહીં, પરંતુ હંમેશાં તેઓ એવી વાત બોલી જાય છે કે, કોઈ કૉલેજના પ્રોફેસરની ડિગ્રીઓ પણ એમના જ્ઞાનની આગળ ફીકી પડી જાય છે. હું હંમેશાં એમનાથી કહું છું કે તમે કેટલાય એમ.બી.એ. પર એકલા ભારે છો. તેઓ જ્યારે કોઈ કાર્યક્રમની યોજના બનાવે છે, તો એમની પ્લાનિંગ, વ્યવસ્થાપન ક્ષમતા અને વિઝન જોઈને તમને લાગશે, જાણે કે કોઈ વિખ્યાત મલ્ટીનેશનલ કંપનીના સીઇઓ તૈયારી કરી રહ્યો હોય. મુનિશ્રી તરુણસાગર કોઈ નાનું સપનું જોઈ જ નતી શકતા. તેઓ હાથ પણ લગાવી દે, તો કાર્ય આપમેળે શિખર પર પહોંચી જશે. ઓછા શબ્દોમાં દમદાર વાત કહેવી અને ભીતર સુધી ઝંઝોળીને રાખી દેવા, આ કળા મુનિશ્રીના રોમ-રોમમાં ભરેલી છે.
એમના પ્રશંશકોએ એમના નામ પર તરુણ ક્રાંતિ પુરસ્કારની સ્થાપના કરી અને મને રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી સોંપી. ગત ચાર વર્ષોમાં આ પુરસ્કાર ડૉ. કિરણ બેદી, પૂજ્ય બાબા રામદેવજી, શ્રીમતી મેનકા ગાંધી, પૂજ્ય શ્રી પ્રણવ પંડ્યાજી, શ્રી રમેશચંદ્રજી અગ્રવાલ, શ્રી ગુલાબ કોઠારીજી, શ્રી વીરેન્દ્ર હેગડેજી, શ્રી શાંતિલાલજી મુથાજી જેવી ભારતની દિગ્ગજ હસ્તીઓને આપી ચુકાયો છે. એમનું નામ જોડાયેલું હોવાથી આ પુરસ્કાર પણ શિખર પર પહોંચી ગયો છે. આ હસ્તીઓ ફક્ત મુનિશ્રીના કારણે પુરસ્કાર લેવા અલગ-અલગ શહેરોમાં ખુદ વ્યક્તિગત રૃપથી ઉપસ્થિત થયા. આ હસ્તીઓને પુરસ્કાર આપવાનું સૌભાગ્ય મળવું પણ અમારા માટે ગર્વની વાત હતી.
હું જ્યારે એમની સાથે બેસું છું, તો દરેક પળે એલર્ટ રહું છું. કોણ જાણે ક્યારે, ક્યાંથી એક અદ્ભુત વિચાર કે આઇડિયા એમના મુખથી નિકળી આવે, એ કોઈ નથી જાણતું. એમની પાસે બેસવાનો પણ અલગ આનંદ હોય છે. ક્યારેક બાળ સુલભ ચંચળતા, ક્યારેક ગંભીર વિચારક, ક્યારેક સમાજ સુધારક, ક્યારેક દબંગ પ્રશાસક, જાણે તેઓ કયું રૃપ બતાવી દે, કોઈ નથી જાણતું. તેઓ ઘણા જિદ્દી છે, જો નિશ્ચય કરી લે, તો પછી કોઈ એમને રોકી નથી શકતું. આથી તેઓ દુનિયાના મોટાથી મોટા કામ વિચારી પણ લે છે અને કરીને પણ બતાવે છે.
ક્યારેક કોઈ એમની કબીરથી તુલના કરે છે, તો કોઈ અરસ્તુથી, કોઈ ઓશોથી તુલના કરે છે, તો કોઈ અન્યથી. હું એમની તુલના કોઈથી નથી કરવા ઇચ્છતો. હું ઇચ્છું કે આવવાવાળો ઇતિહાસ એમને ક્રાંતિકારી સંત તરુણ સાગરના રૃપમાં જ ઓળખે. દરેક યુગમાં કેટલીક મહાન હસ્તીઓ થઈ છે, જેમને સદીઓ સુધી યાદ કરવામાં આવશે. મુનિ શ્રી તરુણસાગર આ યુગની એવી જ એક હસ્તી છે.
મુનિશ્રી તરુણ સાગરની આ ક્રાંતિકારી પુસ્તક 'કડવા પ્રવચન' ૨૦૧૪માં ૧૪ ભાષાઓમાં એક સાથે, એક દિવસે અને એક મંચથી રિલીઝ થશે, તો તે ક્ષણ ભારતના પ્રકાશકીય ઇતિહાસમાં સ્વર્ણિમ અક્ષરમાં નોંધાશે.
હું બધા વાચકોથી કહેવા ઇચ્છું છું કે, આ કૃતિમાં આપવામાં આવેલ દરેક વિચાર એક શાસ્ત્ર છે. મુનિશ્રીના વિચારોને ધીમે-ધીમે વાંચો, જિંદગીમાં ઉતારો અને આગળ વધો. દરેક વિચારમાં એટલી તાકાત છે કે, તે તમારું જીવન બદલી શકે છે. આ પુસ્તક તમને ઉદ્વેલિત કરીને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના શિખર પર પહોંચવામાં મદદ કરે, એ મારી મંગલ કામના છે. મુનિશ્રી તરુણ સાગરજીને શત-શત નમનની સાથે...
– ડૉ. ઉજ્જવલ પાટની આંતરરાષ્ટ્રીય ટ્રેનર તેમજ મોટિવેશનલ સ્પીકર સફળ વક્તા સફળ વ્યક્તિ, પાવર થિકિંગ અને જીત કે હારના પ્રખ્યાત લેખક www.ujjwalpatni.com training@ujjwalpatni.com
બે શબ્દ
મુનિશ્રી તરુણસાગરજી જૈન પરંપરાના પ્રસિદ્ધ મુનિ છે. મુનિશ્રીની સ્વીકાર્યતા ફક્ત જૈનોમાં જ નહીં, પરંતુ અન્ય જાતિ અને ધર્મના લોકોમાં પણ છે. તેઓ સાધારણ સંત નથી, ખૂબ જ વિદ્રોહી અને ક્રાંતિકારી સંત છે. પરંપરાગત રૃઢિગત, દકિયાનુસી એમનું વ્યક્તિત્વ નથી. તેઓ આગ્નેય છે, અગ્નિની જેમ પ્રજ્વલિત છે.
સમાજના અક્સ અને નક્શને બદલવા માટે મુનિશ્રી તરુણસાગરજી જેવાં વ્યક્તિત્વની જરૃર છે, જે એને લક્સની જેમ ધોઈને સાફ-સ્વચ્છ કરી શકે.
'કડવા-પ્રવચન'ના એક-એક સૂત્રને હીરાથી પણ તોલો, તો પણ તે વજનવાળું છે. 'કડવા-પ્રવચન'ના સૂત્ર એટલા ધારદાર છે કે સીધા કાળજામાં ધસી જાય છે. હળવા-ફુલ્કા અને ચુલબુલા અંદાજમાં લખવામાં આવેલા આ સૂત્ર વિકૃતિઓ અને વિદ્રુપતાઓને ઉધેડીને રાખી દે છે. વિચારોમાં તીક્ષ્ણતા છે, ભાષામાં એમના વ્યક્તિત્વ જેવું જ બિંદાસપણું છે. કહેવા માટે તો આ 'કડવા-પ્રવચન' છે, પરંતુ મારું એ માનવું છે કે, એમાં અદ્ભુત મિઠાશ છે. મુનિશ્રીની વાણીમાં જેટલું માધુર્ય છે, તે અન્યત્ર દુર્લભ છે, એ મારો ખુદનો અનુભવ છે. હું છેલ્લાં કેટલાય વર્ષોથી મુનિશ્રીની સેવામાં છું. એમની મારા પર ઘણી કૃપા રહી છે.
'કડવા-પ્રવચન'નો આ વિશિષ્ટ ભાગ છે. એમાં મુનિશ્રી દ્વારા ગત વર્ષોમાં પોતાના પ્રવાસ દરમિયાન આપવામાં આવેલા પ્રવચનોનો સાર-સંગ્રહ છે. 'કડવા પ્રવચન'ની લોકપ્રિયતાનો અંદાજ તમે એ જ વાતથી લગાવી શકો છો કે, એનું અનુવાદ કેટલીય ભાષાઓમાં થઈ ચુક્યું છે અને તે આખા દેશમાં વાંચવામાં આવી રહ્યું છે.
આ પુસ્તકને વાંચતા સમયે બસ એટલું ધ્યાન રાખજો કે, દવાઓ અને સત્ય હંમેશાં કડવા હોય છે. આપણો પ્રયત્ન એ જ હોવો જોઈએ કે, મુનિશ્રીના વિચાર હૃદયે-હૃદય અને ઘર-ઘર સુધી પહોંચે, એ જ મંગલ કામનાની સાથે.
– રમેશચંદ્ર અગ્રવાલ ચેરમેન, દૈનિક ભાસ્કર ગ્રુપ
શુભકામના અને શુભાશીષ
શ્રમણ સંસ્કૃતિમાં આધ્યાત્મિક અનુશ્રુતિમાં સંપન્ન અનેક સંત થયા, જેમણે યુગને પ્રભાવિત કર્યો, જેમ કે આચાર્ય પુષ્પદંત, આચાર્ય ભૂતબલી, આચાર્ય કુન્દકુન્દ, આચાર્ય સમંતભદ્ર. આ જૈન પરંપરામાં સર્વોચ્ચ ચિન્તક માનવામાં આવે છે, આજે એ જ પરંપરાને અક્ષુણ્ણ જાળવી રાખવા માટે મુનિશ્રી તરુણસાગરજી પ્રયત્નશીલ છે.
મુનિશ્રી તરુણસાગરજીના ચિંતન-મનનથી કોઈ પણ વિષય અણસ્પર્શ્યો નથી, પછી આદર્શ ગૃહસ્થાશ્રમ, એહિક સમૃદ્ધિ, દેશની વ્યવસ્થા, લોક હિતકારી રાજ્ય શાસન-પ્રશાસન, શિક્ષા કેવી હોય? વગેરે જેવાં ગૂઢ વિષયોને મધુર ચિંતનની ચાશણીમાં ડુબાડીને જન-જન સુધી પહોંચાડી રહ્યાં છે. યુગ પરિવર્તન અને બદલાઈ રહેલા રાષ્ટ્ર્ય, આંતરરાષ્ટ્રીય પરિવેશને શિક્ષા આપવામાં, સમજાવવામાં તરુણસાગરજી પ્રેરક સિદ્ધ થયા છે. સમ-સામયિક પેઢીને સંબોધન કરવામાં, એમનું પ્રતિનિધિત્વ કરવામાં તરુણસાગરજીની ક્ષમતા અદ્વિતીય છે.
આ પૃથ્વી પર એક સાધકને મિઠાશનું સાધન મળે છે, તો સૌને એ સ્વાદની તરસ પેદા થવા લાગે છે. એક સાધકમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે, તો અસંખ્ય લોકોના જીવનમાં એની કિરણો ઉતરવા લાગે છે. આ જ કારણ છે, જેનો પ્રકાશ વિશ્વના ખૂણે-ખૂણા સુધી પહોંચી રહ્યો છે અને એ પ્રવચનામૃતનું રસપાન કરવાવાળા શું રાજનેતા, શું સંત, શું પંડિત, શું જ્ઞાની, શું પાદરી...એ બધા એક વૈશ્વિક સમારોહ બની ગયા છે, જે આજે સાંપ્રદાયિક કટુતા ભુલાવીને એ 'કડવા-પ્રવચન'ની મિઠાશ લેવા જઈ રહ્યાં છે.
આખરે છે શું એ 'કડવા-પ્રવચન'માં? એક-એક શબ્દમાં અંગાર છુપાયેલા છે, આથી 'કડવા-પ્રવચન' છે. આગમાં જ્વલનશીલતા છે પરંતુ પ્રકાશમાન પણ છે, પકાવવાનું સામર્થ્ય પણ છે. જરા એવો તણખો તમારા જીવનમાં પડે, તો તમે પણ ભભકી ઊઠી શકો છો અને વ્યર્થને બાળીને પરમાત્માને નિખારી શકો છો. એવી ટકરાવટથી જ્યોતિનો જન્મ થાય છે. સમય અને સંસ્કૃતિની વચ્ચે ભટકતી માનવતાના પિત્ત-તાવને કાઢવા માટે 'કડવા-પ્રવચન'ની ઔષધિ જરૃરી છે.
પ્રસ્તુત પુસ્તકનો પ્રથમ ભાગ કેટલાક વર્ષો પહેલાં પ્રકાશિત થયો હતો, જેને પૂરા દેશમાં આવકારવામાં આવ્યો અને દોઢ વર્ષની અલ્પાવધિમાં જ જેની ૨,૦૦,૦૦૦ નકલોનું રેકૉર્ડબ્રેક વેચાણ થયું. આ જૈન ઇતિહાસમાં વિશ્વ રેકૉર્ડ છે. આ 'કડવા-પ્રવચન'નો સમગ્ર ભાગ છે, આ જ વિકાસનું લક્ષણ છે. દરેક નવો સૂરજ નવા વિકાસનો સાક્ષી બનીને મન-આંગણમાં પ્રકાશિત થાય છે. 'કડવા-પ્રવચન'નો સૂરજ તમારા નેત્ર-ઉન્મૂલનમાં મદદરૃપ થશે. એ જ શુભકામના અને શુભાશીષ છે.
– આચાર્ય શ્રી પુષ્પદંતસાગરજી
દિગમ્બર મુનિ : એક પરિચય
મુનિશ્રી તરુણસાગરજી દિગમ્બર જૈન મુનિ છે. દિગમ્બર શબ્દનો અર્થ થાય છે, દિગ+અમ્બર અર્થાત્ દિશાઓ જ જેમના વસ્ત્ર છે. દિગમ્બર મુનિ થવું કોઈ બાળકોની રમત નથી.આ આશ્ચર્ય છે. ફક્ત વસ્ત્ર છોડી દેવા અને નગ્ન થઈ જવાથી કોઈ દિગમ્બર મુનિ નથી થઈ જતો. દિગમ્બર મુનિ થવા માટે દરેક સાધકે ૨૮ મહાસંકલ્પોમાંથી પસાર થવું પડે છે, જેને જૈન ધર્મમાં મુનિના ૨૮ મૂળ ગુણ કહેવામાં આવે છે. જૈન મુનિ આચરણથી જીવંત દેવતા છે. એમનું સંપૂર્ણ જીવન એટલું વધારે તપ, ત્યાગ અને સાધનાપૂર્ણ છે, જેની કોઈ કલ્પના જ નથી કરી શકતું.
તમને ખબર નહીં હોય કે, એક દિગમ્બર મુનિ ૨૪ કલાકમાં ફક્ત એક વખત અન્ન-જળ ગ્રહણ કરે છે, તે પણ ઊભા-ઊભા, પોતાની બંને હાથને 'કરપાત્ર' બનાવીને. એના પછી તેઓ કેવી પણ સ્થિતિ આવે, તો પણ પાણીનું એક ટીપું પણ ગ્રહણ નથી કરતા. વિચારો, ભીષણ ગરમીના દિવસોમાં જ્યારે આપણને દરેક મિનિટે તરસ લાગે છે, ત્યારે દિગમ્બર મુનિ બે-બે કલાક પ્રવચનમાં બોલીને ૨૦-૨૦ કિમી. પગપાળા વિહાર કરીને પણ પોતાના આ સંકલ્પને નિભાવે છે. કેટલી કઠિન સાધના છે.
એટલું જ નહીં, તેઓ પોતાના વાળોને કોઈ સલૂનમાં જઈને નથી કપાવતા, બલ્કે દર ચાર મહીનામાં પોતાના માથા, દાઢી અને મૂંછના વાળોને હાથોથી ઉખાડીને ફેંકે છએ. એને જૈન શાસ્ત્રોમાં 'કેશલોંચ' કહે છે. જરા તમે પોતાના ચાર વાળ ઉખાડીને જુઓ, તો સમજમાં આવી જશે કે, દિગમ્બર મુનિની સાધના કેટલી કઠિન છે. આખી જિન્દગી પગપાળા વિહાર કરવું, હાડકાં ધ્રુજાવી દેવાવાળી ઠંડી હોય કે ભીષણ

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents