Jeeti Sako To Jeeti Lo
210 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
210 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

This book, the latest from the Diamond group under the personality development series, is an eye opener, literally! Dr. Devsare, a renowned author, has given guidelines for leading a stressfree life to the readers from all spheres. In seven chapters of this book, he starts from the most basic issues (puzzles) and moves on to solve all the riddles in subsequent chapters. He encourages readers to inculcate faith in themselves and make full use of opportunities that they come across. Success requires concentration, reform and hope. Dr. Devsare mentions holy scriptures, famous quotes and stories of great men to eradicate doubts from the mind of readers.His lucid style and simple yet convincing language enthrall the reading audience. In the end of the book, he motivates readers to use time effectively, manage one's tasks efficiently and make full use of all chances for becoming successful.It is a complete guru! A fantastic collection of words, Dare to Dream Dare to Excel is a must-read for the readers of all generations. The youth and office goers would be motivated to the great extent by it. They would change their thinking after reading it, for it is their own career that is going to be polished through it.Dr. Harikrishna Devsare is a renowned writer, media personality (radio) and motivational trainer. This book, written by him after undertaking deep research, offers new directions and suggestions to the readers of today.

Informations

Publié par
Date de parution 06 novembre 2020
Nombre de lectures 0
EAN13 9789352612710
Langue English

Informations légales : prix de location à la page 0,0158€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

જીતી શકો તો જીતી લો

ડાયમંડ બુક્સ
eISBN: 978-93-5261-271-0
© પ્રકાશકાધીન
પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન : 011- 41611861, 40712100
ફેક્સ : 011- 41611866
ઇ-મેઇલ : ebooks@dpb.in
વેબસાઇટ : www.diamondbook.in
સંસ્કરણ : 2016
JEETI SAKO TO JEETI LO
by : Dr. Hari Krishna Devsare
પ્રસ્તાવના
જીવન શ્રેષ્ઠ ત્યારે જ કહેવાય છે જ્યારે તે કોઈ મોટાં લક્ષ્ય માટે સમર્પણ થયેલું હોય. જીવન વિકાસનો સિદ્ધાંત છે, સ્થિર રહેવાનો નહીં, જીવનનું નામ છે સતત વિકસવું, તે સ્થિર રહેવાની સંમતિ નથી આપતું.
– જવાહરલાલ નહેરુ
જીવન અમૂલ્ય છે. જીવન એક વાર્તાની સમાન છે. એ મહત્ત્વપૂર્ણ નથી કે વાર્તા કેટલી લાંબી છે, વિચારવા યોગ્ય તો એ છે કે તે કેટલી સારી છે.
સેનેકા - રોમન દર્શનશાસ્ત્રી
આપણે બધા જીવન જીવીએ છીએ, પરંતુ વિચારવા યોગ્ય એ છે કે કોનું જીવવું, કેટલું સાર્થક છે? એટલું જ નહીં, આ સાથે એ પણ જોવાનું છે કે કેટલાક લોકો જીવનને જીવીને પણ પસ્તાવો કરે છે. ઈશ્વરે તો બધાને જીવન એક સમાન આપ્યું છે. જુદા - જુદા સમાજોમાં રહીને અસમાનતા આવે છે અને આ જ મુશ્કેલ કામ છે. સૈકાઓથી મોટા - મોટા ઋૃષિઓ, મુનીઓ, તપસ્વીઓ, દર્શનશાસ્ત્રીઓ, અને વિચારકોએ માનવ સંબંધો અને સામાજિક જીવન પર સ્પષ્ટ વર્ણન તથા તેની વ્યાખ્યા રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં પણ આ વિષય દરેક યુગમાં ગૂંચવાયેલો અને લોકો માટે એક કોયડારૃપ રહ્યો છે. લોકોને આ કોયડાનો ઉકેલ ન મળ્યો હોય એવું પણ નથી. દરેક યુગમાં, સમાજે જીવન જીવવા માટે કોઈને કોઈ દર્શન આાપ્યું અને લોકોએ તેનો વ્યવસ્થાના રૃપે સ્વીકાર પણ કર્યો. આપણી સમક્ષ જીવન એક સંઘર્ષના રૃપમાં ઉપસ્થિત થતું રહ્યું છે. આ એક સનાતન સત્ય છે. આથી એક દર્શનશાસ્ત્રીએ કહ્યું - "સંઘર્ષશીલ વ્યક્તિ માટે, જીવન એક ક્યારેય સમાપ્ત ન થનારા સમારંભ અથવા ઉત્સવ સમાન છે. જીવનના સંઘર્ષ અથવા યુદ્ધમાં પ્રહાર, ચોટ અને ઘા કે આઘાત સહન કરવાથી જ તેમાં વિજય પ્રાપ્ત થાય છે." જીવનરૃપી માર્ગમાં સમસ્યાઓ છે, ગૂંચવાયેલા પ્રશ્નો છે, કાંટા છે અને કાંટાળા ઝાડનો સમૂહ છે. આ બધાની વચમાંથી આપણે પડાવ સુધી પહોંચવાનું છે. પડાવ પર પહોંચીને જ આપણે આપણી જીત હાંસલ કરી કહી શકાય. એક પડાવ મળે છે તો બીજો દેખાવા લાગે છે. ત્યારે એવું લાગે છે કે હજી સફર બાકી છે, પડાવ દૂર છે. એ બીજા પડાવ પરથી ત્રીજો પડાવ દેખાય છે... અને આ સિલસિલો આખી જિંદગી ચાલતો રહે છે. આ સફરમાં આપણે પહાડ, ખીણ, મોટી પહોળી શિલાઓ, નદી, કાંટા, કાંટાળા ઝાડનો સમૂહ બધાનો સામનો કરીને વિજય મેળવતા આગળ વધવાનું છે અને દરેક પગલે બસ એક જ અવાજ સંભળાય છે - 'જીતી શકો તો જીતી લો.' આપણે આપણી સમગ્ર શક્તિ એકઠી કરીને આગળ વધવાનું છે. સાચા અર્થમાં તો આપણી આ સંઘર્ષ યાત્રાનો દરેક પડાવ, આપણી જાતનું એક ચિહ્ન હોય છે. - 'માઈલ સ્ટોન' હોય છે. આપણા જીવનના સંઘર્ષનો સામનો કરવા માટે શક્તિ આપણને આપણા આત્મવિશ્વાસ, આપણી અંતઃપ્રેરણા, ઇચ્છાશક્તિ, સંકલ્પો, અને મક્કમ નિર્ણય દ્વારા પ્રાપ્ત થાય છે. આ પુસ્તક એ જ જીત પ્રાપ્ત કરવા માટે શક્તિ ઉત્પન્ન (અર્જિત) કરવાની પ્રેરણા આપે છે. આપણી અંદરનો વિશ્વાસ જ આપણી સૌથી મોટી પૂંજી છે, શક્તિ છે. તેને જાગ્રત કરવાની આવશ્યક્તા હોય છે. આશા રાખું છું કે આ પુસ્તક તમને મદદરૃપ થશે. હું તો એટલું જ કહી શકું છું કે 'જીતી શકો તો જીતી લો.'
– હરિકૃષ્ણ દેવસરે
અનુક્રમણિકા 1. જીતી શકો તો જીતી લો 2. પ્રાર્થના અને આધ્યાત્મ 3. આશા અને આત્મવિશ્વાસ 4. આત્મચિંતન 5. લક્ષ્યની શોધ 6. જીવન વ્યવહાર 7. તમારું વ્યક્તિત્વ 8. ચિંતા અને તણાવ
1
જીતી શકો તો જીતી લો જીત તમારી કોઈ પણ કામ કરો, મનથી કરો મનની એકાગ્રતા વિજય મંત્ર છે મક્કમ ઈરાદામાં છે અદ્ભુત શક્તિ પહાડ અને મનુષ્ય ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા અક્કલની વાત પણ-પરંતુથી બચો.
જીત તમારી
એક અંગ્રેજ પાદરીનું કહેવું છે - "જીવન એક દાવ સમાન છે. હાર - જીત આપણા હાથમાં નથી, પણ દાવને ખોલવો આપણા હાથમાં છે." અને આ સાથે એ પણ સત્ય છે કે હાર - જીતનું રહસ્ય દાવની રમતમાં છુપાયેલું છે. આપણે જેવી રમત રમીશું, પરિણામ પણ એ મુજબ જ આવશે. - પરંતુ રમત રમતી વખતે આપણે આ રહસ્યને ભૂલી જઈને અહંકારને આધીન થઈ જઈએ છીએ. આપણે એવા ગર્વમાં રહીએ છીએ કે વિજય આપણને જ મળશે. આપણને કોઈ રોકી નહીં શકે. પરંતુ આ વાતના ઘણાં બધા દૃષ્ટાંતો છે કે ગમે તે રમત હોય, હરીફાઈ હોય, પડાવ હોય કે પછી લક્ષ્ય હોય - જેના મનમાં તેની પ્રાપ્તિ પ્રત્યે અહંકાર આવી જાય - તેની હાર નક્કી છે. મોટા - મોટા શૂરવીરો અને જ્ઞાનીઓનો અહંકાર ભંગ થયો છે અને તેમને હારનો સામનો કરવો પડ્યો છે. આથી જીવનમાં જે જીત ઇચ્છ છે તેણે એ સમગ્ર દોષો અને અવગુણોથી દૂર રહેવું જરૃરી છે, જે આપણા માર્ગને ઉત્તમ બનાવવામાં અડચણરૃપ બને છે.
સ્વેટ માર્ડને કહ્યું છે - "વિજય મેળવવા માટે દૃઢ શ્રદ્ધા હોવી અત્યંત જરૃરી છે." આપણે આપણી સમગ્ર શક્તિઓને એક જ લક્ષ્યની સફળતા માટે કેન્દ્રિત રાખવી પડે છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રુઝવેલ્ટ માટે કહેવાય છે કે "જો તેઓ પોતાના લક્ષ્ય પ્રત્યે મન વગર કામ કરતા, તો આજે આખા વિશ્વમાં તેમની આટલી બધી પ્રતિષ્ઠા ન હોત. તેમના જીવનમાં સફળતા મેળવવાનું આ જ એક રહસ્ય હતું કે તેમણે પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે પોતાની સંપૂર્ણ જીવન - શક્તિને મક્કમ ઈરાદાથી નિયોજિત કરી દીધી હતી. પોતાની પૂર્ણ સમર્થતાને એકત્રિત કરીને તેઓ કામમાં પરોવાઈ જતા અને પોતાના કામને ક્યારેય ટાળવાની યુક્તિ કે બહાનાબાજી કરતા નહોતાં. તેમનો નિયમ હતો કે જે કામ હાથમાં લેતા તે પૂરું કરીને જ રહેતા.
હકીકતમાં જીવનના દરેક પગલે આપણી પાસેથી કેટલીક ઈચ્છાઓ જરૃરિયાતો હોય છે. આ ઈચ્છાઓ જ આપણા જીવન - માર્ગને આસાન અને સરળ બનાવ છે." આપણે આના આધારે જ જીત કે વિજય પ્રાપ્ત કરીએ છીએ. જીવન - માર્ગ પર અગે્રસર - મોભી થતાં પહેલાં એ બહુ જરૃરી છે કે તમારા જીવનનું લક્ષ્ય સ્પષ્ટ હોય. એક જ્ઞાનીનું કહેવું છે કે, "જીવન - માર્ગ પર તમારું લક્ષ્ય, તમારો સર્વશ્રેષ્ઠ સિદ્ધાંત હોવો જોઈએ. જીવનમાં તેની સત્તા સર્વોપરિ હોવી જોઈએ, ત્યારે જ તમારી શક્તિ વિકસિત થઈ શકશે અને પરિણામે સ્વરૃપે તમારા જીવનની ગાડી આગળ વધતી રહેશે. જે વ્યક્તિ પોતાનું લક્ષ્ય નક્કી કરી લે છે અને હંમેશાં તેના માટે પ્રયત્નશીલ રહે છે, તો તેનામાં એક એવી શક્તિ ઉદ્ભવે છે. જેને આપણે રચનાત્મક, ક્રિયાત્મક અથવા નિર્માણાત્મક સર્જનશક્તિ કહી શકીએ છીએ. આવી શક્તિવાળો વ્યક્તિ જ કર્મઠ કહેવાય છે. પરંતુ તેની સમક્ષ, તેનું સ્પષ્ટ લક્ષ્ય હોવું જોઈએ. કારણ કે જ્યાં સુધી તે વ્યક્તિ તલ્લીન થઈને પોતાના મનને કોઈ એક બિંદુ પર કેન્દ્રિત નથી કરતો, ત્યાં સુધી પ્રગતિના માર્ગ પર આગળ વધી શક્તો નથી."
જીવનમાં આવતા સંઘર્ષમાં જીત એમની જ થાય છે, જેઓ તલ્લીનતાથી - મનથી કામ કરે છે. કારણ કે સર્જન માટે મનનું તલ્લીન હોવું જરૃરી છે. જો મન ભય, સંશય અને ડરથી ઘેરાયેલું હોય તો મન તલ્લીનતાથી કામ ન કરી શકે. આથી મનમાંથી ભય, સંશય અને ડરને કાઢી નાખો, અને ત્યારે જ તમે સંતુલિત મનથી કામ કરી શકશો અને ત્યારે જ તલ્લીનતા સંભવ છે.
જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ તો આપણી ઇચ્છા એ જ હોય છે કે આપણી આમાં જીત થાય અને સફળતા આપણને જ મળે પરંતુ આ માટે સૌ પ્રથમ એ જરૃરી છે કે આપણે આપણા આત્મવિશ્વાસને જાગ્રત કરીએ. એક વિચારકે સાચું જ કહ્યું છે કે - 'મહાન કાર્ય મનુષ્ય નહીં, બલ્કે તેનો આત્મવિશ્વાસ કરે છે." તે આગળ કહે છે - "સંસારમાં જો કોઈ પ્રબળ પ્રેરણા-શક્તિ છે, જે કોઈ વ્યક્તિને ગમે તેટલા મોટાં સંઘર્ષમાં પણ જીત અપાવી શકે છે - તો એ છે આત્મવિશ્વાસ. જો તમે જીવનમાં મોટી સફળતા મેળવનાર અને જીત પ્રાપ્ત કરનાર વ્યક્તિઓના કાર્યકલાપોનો અભ્યાસ કરશો તો તમને જોવા મળશે કે તેમની સફળતા અને જીતનું ફક્ત એક કારણ હતું, તેમનો આત્મવિશ્વાસ. એક વિચારકે સાચું જ કહ્યું છે કે મનુષ્યની પોતાની શક્તિઓ અને સમર્થતા ફકત સાધન માત્ર છે. સાચી શક્તિ તો વિશ્વાસથી જ આવે છે, જેના દ્વારા મનુષ્ય અશક્યને પણ શક્ય કરી દે છે. સફળતાનો મુખ્ય આધાર સૂક્ષ્મ યોગ્યતા, કામ કરવાની યોગ્ય રીત તથા કામ કરવાની શક્તિ આ ત્રણેય બાબતો પર આધાર રાખે છે. લોકો સફળતાને નસીબ માને છે, જ્યારે સફળતાનો અર્થ છે - યોગ્ય નિર્ણય, તથા જાગરૃકતા. મોટા ભાગે તમે સાંભળ્યું હશે કે કોઈ પણ વ્યક્તિની સફળતા પર લોકો કહે છે કે - 'તે કેટલો નસીબદાર છે. ' પણ આ સત્ય નથી, તે વ્યક્તિની સફળતા અથવા જીતના મૂળભૂત આધાર છે - તેમનું સ્વસ્થ શરીર, કઠણ પરિશ્રમ કરવાનો સ્વભાવ, તેની કાર્યશક્તિ, તેનો દૃઢ નિર્ણય, તેનું સાહસ, ઉત્સાહ વગેરે. એ લોકો જ જીતે છે, જેઓ મજબૂત ઈરાદો કરીને, કઠણ પરિશ્રમ કરવા માટે હંમેશાં પોતાને તૈયાર રાખે છે. આવા વ્યક્તિ નીરસ કામથી થાકતા નથી, કંટાળતા નથી, ગભરાતા નથી - તેમની સામે ફક્ત કામને પૂરા કરવાનું લક્ષ્ય હોય છે. કોઈએ સાચું જ કહ્યું છે કે, પરિશ્રમી, સાહસી, પરાક્રમી તથા મક્કમ ઈરાદો રાખનાર વ્યક્તિને કોઈ હરાવી ન શકે, બલ્કે તેના શત્રુ તેનો વિરોધ કરતા પહેલાં જ તેની સામે હાર માની લે છે, કારણ કે તે બીજા દ્વારા ટીકા કરવામાં આવે તે પહેલાં જ પોતાના કામને પૂરું કરી નાખે છે. ઇતિહાસ આવા વ્યક્તિઓની કહાણીથી ભરેલો છે, જેમણે દુર્દૈવ, અકિંચનતા તથા અપમાન - અવજ્ઞાને ઠોકર મારીને ધન, કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. તેમને આ જીત તેમના આત્મવિશ્વાસ અને કર્મઠતાને કારણે જ મળી હતી.
આજના સમયમાં મોટાભાગના યુવાન 'શોર્ટકટ' મારીને સફળતા મેળવવા ઇચ્છે છે. તેઓ જીવનની દરેક બાજી ઝટપટ જીતવા ઇચ્છે છે. પરંતુ અંતે તેમને અસફળતા જ મળે છે. તેમનું ઉતાવળાપણું જ આનું મૂળ કારણ છે. જે લોકો અડધી - અધૂરી શિક્ષાથી જીતવા અથવા સફળ થવાની ઇચ્છા રાખે છે. તેમને અંતમાં નિરાશ જ થવું પડે છે. આથી ધીરજથી કામ કરો. યોગ્ય - પર્યાપ્ત શિક્ષણ લો અને એક - એક પગલું ભરીને આગળ વધો.
સ્વેટ માર્ડને લખ્યું છે - "સફળતા મેળવવા માટે સતત પ્રયત્ન તથા ધીરજની આવશ્યક્તા હોય છે, ઉતાવળાપણાની નહીં. જ્યારે તમે તમારા વ્યવસાયના તજજ્ઞ બની જાઓ. ત્યારે જ કાર્યક્ષેત્રમાં ઉતરો તો લોકો તમારી વાહ - વાહ કરશો, પરંતુ અધૂરા, અધકચરાં તથા ઉતાવળાપણાથી કરેલા પ્રયત્નો પછી સફળતાની આશા રાખવી, પોતાની ઠેકડી જાતે જ ઉડાવવા સમાન છે. કોઈપણ વસ્તુના નિર્માણમાં ગંભીર અભ્યાસ, કઠણ પરિશ્રમ, તથા મજબૂત પાયાની જરૃર હોય છે, અને એ પાયો એટલો મજબૂત હોવો જોઈએ કે લોકો તેને સજીવ ખડગનો પથ્થર કહે, ત્યારે જ તે મહેલ ટકાઉ બની શકશે. આ રીતે દરેક કામમાં ધીરજ અને સહનશક્તિનું ઘણું મહત્ત્વ છે."
જીવન સંઘર્ષમાં જીતવા અને સફળતા મેળવવાના આ જ મૂળમંત્ર છે. તમે પણ એ લોકોની જેમ જીવન માર્ગ પર આગળ વધો, જેઓ પ્રગતિના પંથ પર હંમેશાં આગળ વધતા રહ્યાં અને ક્યારેય માર્ગમાં થોભ્યા નહીં. તેઓ જ જીત મેળવી શક્યા છે, અને સફળતા પ્રાપ્ત કરી છે. તમારી પણ જીત થશે, તમે પણ સફળ બનશો. તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો. તમારો આત્મવિશ્વાસ જેમ - જેમ વધતો જશે, તેમ - તેમ જીતનો પડાવ વખાણવા લાયક બનશે અને સફળતા તમારી હશે, તમે જીતી જશો. આ વિશ્વાસ હેમંશા મનમાં જાળવી રાખો. પોતાની શક્તિને ઓળખો તેને જાગ્રત કરો. જીત તમારી થશે.

કોઈપણ કામ કરો, મનથી કરો
રોમનો સમ્રાટ માર્કસ ઓરેલિયસ, એક મહાન દર્શનશાસ્ત્રી અને ચિંતક હતો જ્યારે મનુષ્ય પરેશાનીઓથી ઘેરાઈ જાય છે, ડગલેને - પગલે અડચણો આવે છે, ત્યારે તે વ્યાકુળ થઈ જાય છે. ત્યારે તેને શાંતિ, સમાધાન અને વિવેકની જરૃર પડે છે. આ જ્ઞાન આપણને ત્યારે મહાપુરૃષો, ચિંતકો અને વિદ્વાનો દ્વારા પ્રાપ્ત થાય છે. આવા સંકટના ક્ષણોમાં માર્કસ ઓરેલિયસે જે કાંઈ વિચાર્યું અને જે રીતે પોતાને સમજાવ્યો અને દિલાસો આપ્યો તે બધું જ તેણે સત્ર રૃપમાં લખી લીધું હતું. તેણે તેમાં પોતાને 'તું' કહીએ સંબોધિત કર્યો. તેણે પોતાની મુશ્કેલીઓ, પોતાના પ્રશ્નોને, પોતાને જ કહીને, તેનો ઉકેલ બતાવ્યો. માર્કસના આ વિચારોએ સંસારના અનેક મહાપુરૃષો અને હજારો વાચકોને માર્ગદર્શન આપ્યું છે. તેમણે કહ્યું કે સુખ-દુઃખની દશા આંતરિક છે, બાહ્ય નહીં. તેઓ કહે છે - "આખું જગ એક પ્રાણવાન વ્યક્તિ છે, જેના તમે અંગ માત્ર છો. જગનું હિત ચિંતન તમારો સ્વાભાવિક ધર્મ છે. વિવેકપૂર્ણ વ્યવહાર કરવો જ તમારો ધર્મ છે અને તમારું કલ્યાણ તેમાં જ છે."
મા

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents