Management Guru Narendra Modi
101 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

Management Guru Narendra Modi , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
101 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

Mr. Narendra Modi is gifted with unprecedented management expertise. One may learn a lot from many of his traits and qualities, replicate them to attain greater heights in life. It wouldn't be wrong to consider this great personality as the new age Management Guru. This book reflects the management skills of Mr Modi in a simple and clear manner.Modi magic has already won the hearts of the common man in India and abroad. It inspired us to portray him as the epitome of management. It elucidates the qualities of Mr Modi that gives him an edge over other contemporary leaders of his age and era. Mr Narendra Modi is a natural leader and understands how to lead and manage the affairs efficiently. His success as a leader and emergence as management guru is what this book emphasises on. A part from describing Mr Modi's pivotal role as Chief Minister of Gujarat, this book also highlights his proficiency and eminence as the Prime Minister of the country. The motto is to help readers learn from the unparalleled management expertise of Modi and implement it in their life too. In every manner the journey of a little boy from Vadnagar and a humble family background and his phenomenal rise as the Prime Minister of India may truly motivate anyone.

Sujets

Informations

Publié par
Date de parution 06 novembre 2020
Nombre de lectures 0
EAN13 9789352789894
Langue English

Informations légales : prix de location à la page 0,0158€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

મેનેજમેન્ટ ગુરુ નરેન્દ્ર મોદી

ડાયમંડ બુક્સ
eISBN: 978-93-5278-989-4
© પ્રકાશકાધીન
પ્રકાશક : ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન : 011- 41611861, 40712100
ફેક્સ : 011- 41611866
ઇ-મેઇલ : ebooks@dpb.in
વેબસાઇટ : www.diamondbook.in
સંસ્કરણ : 2018
M ANAGEMENT G URU N ARENDRA M ODI
by : Himanshu Shekar
માતાજી શ્રીમતિ ઉર્મિલા સિંહ અને પિતાજી શ્રી રણજીત સિંહને સમર્પિત.
ભૂમિકા
તમે નરેન્દ્ર મોદીથી સંમત હોઈ શકો છો અથવા પછી એમનાથી તમારી અસંમતિ પણ હોઈ શકે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિઓમાં તમે એમને બરતરફ નથી શકતા. એવું ફક્ત આથી નહીં કે, નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી છે. દેશના પ્રધાનમંત્રી તો કેટલાય એવા લોકો પણ થયાં છે, જેમનાથી જનતાનો કોઈ ખાસ સંબંધ નથી રહ્યો. એનું સૌથી નવું ઉદાહરણ મનમોહન સિંહ છે. મનમોહન સિંહ દસ વર્ષ સુધી દેશના પ્રધાનમંત્રી રહ્યા, પરંતુ એમના વિશે એ કહેવું કોઈ અતિશયોક્તિ નહીં થાય કે આ દસ વર્ષોમાં ક્યારેય પણ એવું નથી લાગ્યું કે, દેશની જનતા સાથે એમનો કોઈ સંબંધ છે.
આ દૃષ્ટિએ નરેન્દ્ર મોદી કેટલાય પગલાં આગળ નજરે પડી રહ્યા છે. તેઓ એક એવા રાજનેતા અથવા તો એમ કહો કે, જનનેતા તરીકે ખુદને સ્થાપિત કરવાના પ્રયત્ન કરતાં નજરે પડી રહ્યા છે, જ્યાંથી ફક્ત પ્રધાનમંત્રી તરીકે એમને ન જોવામાં આવે, બલ્કે એમની ઓળખ જનતાના પોતાના નેતાની બને. આજે જે પ્રકારે ગામડે-ગામડે નરેન્દ્ર મોદીને લઈને લોકોમાં એક પ્રકારનો લગાવ નજરે પડી રહ્યો છે, આ બધું ઘણા સમય પછી થયું છે. વૃદ્ધો-વડીલો કહે છે કે, જવાહરલાલ નેહરૂને લઈને દેશની જનતા પણ કંઈક આ જ રીતે વિચારતી હતી. મોદીને લઈને જે પ્રકારનો ક્રેજ આમ જનતામાં નજરે પડી રહ્યો છે, એને જોઈને તો બસ એ જ કહી શકાય છે કે, લોકો એમને પોતાના નેતા માની રહ્યા છે.
પરંતુ એનો અર્થ એ પણ ના સમજવો જોઈએ કે, એમના નેતૃત્વમાં દિલ્લીમાં જે સરકાર બની છે, એણે અત્યાર સુધી બધા કામ સારા જ કર્યા છે. નિશ્ચિત રીતે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકારે પોતાના અત્યાર સુધીના નાના-એવા કાર્યકાળમાં કેટલાય સારા કાર્ય કર્યા છે. એનાથી એ આશા જાગે છે કે, આવવાવાળા દિવસોમાં આ સરકાર હજુ પણ વધારે સારા કાર્ય કરશે. પરંતુ બીજી તરફ એક સત્ય એ પણ છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન મોંઘવારીને રોકવાની વાત કરવાવાળા નરેન્દ્ર મોદીની સરકાર પણ આ મોરચા પર અત્યાર સુધી પોતાનો પ્રભાવ બતાવવામાં અસફળ રહી છે. મોદી સરકારના કાર્યકાળમાં જ રેલ ભાડામાં વધારો થયો. કેટલીય ગંભીર બીમારીઓના હિસાબથી જરૃરી દવાઓને મૂલ્ય નિયંત્રણના દાયરાથી બહાર કાઢવાનું કાર્ય પણ આ સરકારે કર્યું છે. નરેન્દ્ર મોદી સરકાર ખાસ કરીને પોતાની આર્થિક નીતિઓની બાબતમાં મનમોહન સિંહ સરકારના માર્ગ પર જ વધારે હદ સુધી ચાલતી નજરે પડી રહી છે. પરંતુ તેમ છતાં નરેન્દ્ર મોદી કેટલીય એવી નીતિઓ લાવ્યા છે, જેનાથી લોકોમાં એક વિશ્વાસનો સંચાર થયો છે.
કુલ મિલાવીને કહી શકાય છે કે, પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ કેટલાય એવાં નિર્ણય કર્યા છે, જેના વિશે કહી શકાય છે કે, તેઓ જનકલ્યાણકારી છે, પરંતુ બીજી તરફ કેટલાંક નિર્ણય એવા પણ છે, જેમાં સામાન્ય જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં સામાન્ય જનતા પર નરેન્દ્ર મોદીનો જાદૂ ચાલી રહ્યો છે, એ એક વાર ફરીથી મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીઓમાં સાબિત થઈ ગયું. આ બંને પ્રદેશોમાં અત્યાર સુધી ભાજપાનો કોઈ મુખ્યમંત્રી બન્યો ન હતો. પરંતુ આ નરેન્દ્ર મોદીની જ અસર હતી કે, આ બંને પ્રદેશોમાં પણ ભાજપા પોતાનો મુખ્યમંત્રી બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી.
નરેન્દ્ર મોદીનો આ જ જાદૂ છે, જે એમને એક મેનેજમેન્ટ ગુરુ તરીકે સમજવા માટે પ્રેરિત કરે છે. આખરે નરેન્દ્ર મોદીની કાર્યશૈલીની શું વિશેષતાઓ છે, જે એમને બીજા નેતાઓથી અલગ કરે છે અને એમને સતત સફળતાના માર્ગ પર લઈને જઈ રહી છે. નરેન્દ્ર મોદીની પ્રબંધકીય કુશળતા અને એ જ દૃષ્ટિકોણથી એમની સફળતાને સમજવાનાં પ્રયત્નની દિશામાં આ પુસ્તક છે.
નરેન્દ્ર મોદી પર કેટલીય પુસ્તકો બજારમાં ઉપલબ્ધ છે. એવામાં સવાલ ઊઠે છે કે, ફરી એક નવી પુસ્તક કેમ? અત્યાર સુધી નરેન્દ્ર મોદી પર જેટલી પુસ્તકો આવી છે, એમનામાંથી મોટાભાગે એમની જીવન-યાત્રાથી સંબંધિત છે. કેટલીકમાં એમના ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે કરવામાં આવેલા કાર્યોનો પણ ઉલ્લેખ છે. પરંતુ આ એક એવી પુસ્તક છે, જેમાં એમના મુખ્યમંત્રીના કાર્યકાળ સિવાય પ્રધાનમંત્રી તરીકેનાં કાર્યકાળમાં એમના દ્વારા કરવામાં આવેલા કાર્યોનો વિસ્તારથી ઉલ્લેખ છે. આ બધાને એમની પ્રબંધકીય કુશળતાનાં દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ પુસ્તકનો એક ધ્યેય એ પણ છે કે, લોકોની સામે એ વાતોને લાવવામાં આવે, જે નરેન્દ્ર મોદીથી શીખી શકાય છે. એક અત્યંત સાધારણ પરિવારથી, જેની કોઈ રાજનીતિ પૃષ્ઠભૂમિ ના હોય, ત્યાંથી નિકળીને દેશના પ્રધાનમંત્રી બનવા સુધીની સફર કોઈ પણ માટે પ્રેરક હોઈ શકે છે. મોદીની આ સફર પણ સામાન્ય નથી. એમના પર કેટલાય પ્રકારના આરોપ લગાવી શકાય છે, પરંતુ હકીકત એ છે કે, તેઓ રાજનીતિમાં સતત આગળ વધ્યા અને પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા, તો તેઓ પણ હાંફતા-હાંફતા નહીં, બલ્કે ગર્જના કરતાં-કરતાં. એ નરેન્દ્ર મોદી જ હતા, જેમણે ત્રીસ વર્ષ પછી કોઈ પાર્ટીને પોતાના બળે બહુમત અપાવવાનો કારનામા કરી બતાવ્યો.
નરેન્દ્ર મોદીને લઈને અથવા એમની કાર્યશૈલીને લઈને કોઈની વ્યક્તિ પસંદ-નાપસંદ થઈ શકે છે, પરંતુ એમણે અત્યાર સુધી જે કર્યું છે, એનું તથ્યપરક વિશ્લેષણ જરૃરી છે. એમની પ્રબંધકીય કુશળતા પ્રમાણે નરેન્દ્ર મોદીની અત્યાર સુધીની સફરનાં તથ્યપરક વિશ્લેષણ કરવાનો પ્રયત્ન આ પુસ્તકમાં કરવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદીને સમજવાનો પ્રયત્ન કરવો કોઈ મુશ્કેલ ઉખાણાંને સમજવા બરાબર છે. એક તરફ તેઓ ગરીબોના અધિકાર અને હિતની વાત કરે છે. અંત્યોદયની વકીલાત કરે છે. ગાંધીજીનાં અંતિમ જનને યાદ કરે છે. ત્યાં જ બીજી તરફ તેઓ દેશના મોટા કૉર્પોરેટ ઘરાનાઓની સાથે હસ્તધૂનન કરતાં પણ નજરે પડે છે. અંબાણી અને અદાણીથી એમની નિકટતાને લઈને એમના પર સવાલ ઊઠતાં રહ્યા છે. એક તરફ તેઓ મજૂરો અને શ્રમિકોની ભલાઈની વાત કરતાં-કરતાં શ્રમેવ જયતે યોજના લાવે છે, તો બીજી તરફ શ્રમ કાયદાઓમાં સુધારનાં નામ પર એવાં બદલાવ કરે છે, જેમને દેશનો એક મોટો વર્ગ મજૂર વિરોધી માને છે. નરેન્દ્ર મોદીનાં આ વિરોધાભાસોને પણ આ પુસ્તકમાં યથાસંભવ સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
કુલ મિલાવીને એ કહેવું ખોટું નહીં હોય કે, ભલે નરેન્દ્ર મોદીમાં કેટલાં પણ વિરોધાભાસ હોય, પરંતુ ઓછાથી ઓછા ૨૦૧૯ સુધી દેશને એમના જ વિરોધાભાસોની સાથે ચાલવાનું છે અને એનાથી ભારતને પોતાનો આગળનો રસ્તો તૈયાર કરવાનો છે. આ વિરોધાભાસોના આધાર પર એ કહેવું પણ ખોટું નહીં થાય કે, નરેન્દ્ર મોદી કોઈ એવા નેતા નથી, જે પહેલેથી બનાવવામાં આવેલી કોઈ લીક પર ચાલવાનો પ્રયત્ન કરી રહ્યા હોય, બલ્કે તેઓ પોતાની લીક ખુદ ઘડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આથી તેઓ કેટલીય એવી વાતોને પણ ઉઠાવી રહ્યા છે, જેમને અત્યાર સુધીનો રાજનીતિક વર્ગ ખૂબ સામાન્ય માનતો હતો, પરંતુ બીજી તરફ કેટલાય એવા મોટા મુદ્દા પણ છે, જેમના પર નરેન્દ્ર મોદીનું વલણ પોતાના પહેલાંની જ સરકારો જેવું જ છે. આ પુસ્તકમાં નરેન્દ્ર મોદીના અત્યાર સુધીના કામકાજના આધાર પર એમની પ્રબંધકીય કુશળતાને સમજવા અને એ જ બહાને એમના વ્યક્તિત્વના એ સકારાત્મક પક્ષોને ઉભારવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે, જે સામાન્ય લોકો માટે પ્રેરક હોઈ શકે. આ પ્રયત્નમાં પણ હું કેટલો સફળ રહ્યો છું, એનો નિર્ણય તો તમે જ કરશો. જો તમે પોતાના વિચારોથી મને અવગત કરાવી શકે, તો મને પ્રસન્નતા થશે અને એના આધાર પર આ પુસ્તકના આગામી સંસ્કરણોમાં એને વધારે યોગ્ય બનાવી શકાશે.
આ પુસ્તક નરેન્દ્ર નામનાં બે વ્યક્તિના કારણે શક્ય થઈ શક્યું. પ્રથમ તો તેઓ છે, જેના પર આ પુસ્તક લખવામાં આવી છે. બીજા નરેન્દ્ર છે ડાયમંડ બુક્સના કર્તાધર્તા શ્રી નરેન્દ્ર વર્માજી. આ પુસ્તકના પ્રકાશન માટે ઁએમનો ખૂબ-ખૂબ આભાર.
- હિમાંશુ શેખર mail@himanshushekhar.in www.himanshushekhar.in
(પ્રકાશકીય)
બે પગલાં સાથે ચાલીએ...
લગભગ છ વર્ષ પહેલાં 'દૂરદૃષ્ટા નરેન્દ્ર મોદી' પુસ્તક છાપતાં સમયે મારા મનમાં એ વિચાર આવ્યો હતો કે, નરેન્દ્ર મોદીમાં દેશમાં જરૃરી પરિવર્તન લાવવાની ક્ષમતા છે. એની સાથે જ મેં એમની કાર્યશૈલી, ભાષણ અને વિચારોને વાંચવા-સાંભળવા લાગ્યો. આવિચાર ઉત્સાહિત કરી રહ્યા હતા કે, આ વ્યક્તિત્ત્વની જાણકારી સંપૂર્ણ ભારતવાસીઓને કરાવવાનો મારે પ્રયત્ન કરવો જોઈએ. પોતાની પ્રકાશન સંસ્થાના માધ્યમથી એવું કરવાનો નિશ્ચય કર્યો અને અધિકાધિક ભાષાઓમાં પુસ્તકોને પ્રકાશિત કરીને જનમાનસ સુધી એમને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો.
મારી આ કાર્યશૈલીની પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખા રહી છે. ૭૦ના દશકમાં હું આ શાખાઓમાં નિયમિત રૃપથી ભાગ લેતો હતો. કૉલેજના દિવસોમાં મનમાં હંમેશાં એ જ વિચાર આવતો હતો કે, એક એવું વ્યક્તિત્વ ઉભરવું જોઈએ, જે સમગ્ર વિશ્વને ભારતીયતાની ઓળખ કરાવે. આપણી મહાન સંસ્કૃતિ, સભ્યતા અને પરંપરા આપણા વિકાસનું માધ્યમ બને. ભારત એક આદર્શ રાષ્ટ્ર બને, જે દુનિયાનું માર્ગદર્શન કરે. લોકતંત્રને જીવિત રાખવા માટે જે રાજનીતિ દેખાઈ રહી હતી, તે સમાધાનની રાજનીતિ હતી, જેનાથી દેશ નબળો પડતો દેખાતો હતો, આ જ વિચારથી મારી આત્મા પરેશાન થતી હતી. કોઈ સમુદાય વિશેષના તુષ્ટિકરણની રાજનીતિથી કુંઠા થતી હતી. પરંતુ સમજમાં આવતું ન હતું કે, કોણ ભારતીય સંસ્કૃતિની રક્ષા કરશે અને કોણ રાષ્ટ્રનું નિર્માણ કરતાં-કરતાં એને યોગ્ય દિશામાં આગળ લઈને જશે. મનમાં કૌતૂહલ હતું અને દેશની બગડતી સ્થિતિ અને અર્થવ્યવસ્થાને જોઈને પીડા થતી હતી.
છેલ્લાં લગભગ એક દશકથી દેશની સ્થિતિ ખરાબ રીતે પ્રભાવિત થચઈ રહી હતી. સામાન્ય માણસ સતત પરેશાનીઓમાં દેખાયો. વધતી મોંઘવારીને કારણે સામાન્ય જનની સાથે-સાથે કારોબારી પણ પરેશાન હતા. વિભિન્ન રાજ્યો, એમની સરકાર તથા ક્ષેત્રીય નેતાઓની ભૂમિકા ઉત્સાહવર્ધક ન હતી. આ સ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી રહેલાં નરેન્દ્ર મોદીએ જ્યારે દેશની રાષ્ટ્રીય રાજનીતિની તરફ માથું ઉઠાવીને જોયું અને એને ઉત્તમ બનાવવાની દિશામાં પોતાના વિચાર વ્યક્ત કર્યા, તો લાગ્યું કે હવાની એક તાજી લહેરખી આવી છે. એમાં રાષ્ટ્રનાં નવનિર્માણ કરવાની ક્ષમતા છે. આ જ કારણ છે કે, હું એમને દેશમાં લોકતંત્રના સમાધાનની રાજનીતિથી પરે સમન્વયની દિશામાં, પ્રગતિ પથ પર લઈ જવાવાળા નેતાના રૃપમાં જોવા લાગ્યો.
અમે એમના વિચારોથી પ્રભાવિત થઈને એમનું જીવનચરિત્ર 'નરેન્દ્ર મોદીનો નમો મંત્ર', 'એક ભારત શ્રેષ્ઠ ભારત' અને 'મહાનાયક નરેન્દ્ર મોદી', 'પ્રેરણામૂર્તિ નરેન્દ્ર મોદી' અને 'ભારતની આશા નરેન્દ્ર મોદી' જેવી પુસ્તકો હિન્દી, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી અને બંગાળીમાં પ્રકાશિત કરી અને એનો પ્રચાર યુદ્ધ સ્તર પર કરવામાં આવ્યો, જેથી સુવિચાર જનમત સુધી પહોંચે.
મને એ જાણીને સંતોષ મળ્યો કે આ પુસ્તકો કાશ્મીરથી કન્યાકુમારી સુધી વાંચવામાં આવી રહી છે. મને લાગ્યું કે, કદાચ લાંબા સમયથી હું આ જ કરવા ઇચ્છતો હતો. મે, ૨૦૧૪માં જ્યારે તેઓ પ્રધાનમંત્રી બન્યાં, તો એ જ દિવસથી મનમાં એ વિચાર આવ્યો કે, નરેન્દ્ર મોદીના પ્રથમ છ મહીનાની પ્રગતિને એક પુસ્તકના રૃપમાં પ્રકાશિત કરીશ અને એને ભારતની બધી મુખ્ય ભાષાઓમાં પણ પ્રકાશિત કરીશ. આ કામ સરળ ન હતું, પરંતુ આજે જ્યારે આ પ્રકાશકીય લખી રહ્યો છું, તો મારું સપનું પૂરું થતું લાગી રહ્યું છે.
આ પુસ્તક દેશના યુવા વર્ગને સમર્પિત છે, જે ભારતને વિશ્વનાં શ્રેષ્ઠ દેશોના રૃપમાં જોવા ઇચ્છે છે. ભારતમાં અનેક સંભાવનાઓ છે. ૧૨૫ કરોડ ભારતવાસીઓએ મળીને આપણાં રાષ્ટ્રને સર્વશ્રેષ્ઠ બનાવવો પડશે, દેશના મહાનાયકનો હાથ મજબૂત કરવો પડશે, એમનામાં પોતાનો વિશ્વાસ બતાવવો પડશે અને દેશ માટે જીવવું પડશે, ત્યારે જ આપણો દેશ શ્રેષ્ઠ બનશે. 'સબકા સાથ સબકા વિકાસ' તેમજ 'એક ભારત શ્રેષ્ઠ ભારત' આ આપણાં પ્રધાનમંત્રીનું સપનું છે, જેને આપણે સાકાર કરવાનું છે. આ સપનું ત્યારે જ સાકાર થશે, જ્યારે તમે બધા એમાં ભાગીદાર બનો. આશા છે કે, તમે પણ પોતાના રાષ્ટ્રના નવનિર્માણ અને વિકાસમાં બે પગલાં સાથે ચાલશે.
- નરેન્દ્ર કુમાર વર્મા nk@dpb.in
વિષય

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents