Namo Mantra of Narendra Modi
186 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

Namo Mantra of Narendra Modi , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
186 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

Narendra Modi is the present Prime Minister of our nation and Namo mantra is the secret of Modi's success. Narendra Modi is that popular name who doesn't bend according to the situations but changes the situation according to him. He knows how to reach the goal even by walking on curved and twisted paths. His experiences are his mantra of success. He did not gain this success overnight, but a long journey on the path of politics and his own sacrifices and toil are the secrets of this success. There is no dispute that he achieved all this through his brilliance, talent and single-minded pursuit of his goals through dedication. His enormous willpower, positive thinking for the nation and relentless efforts for development and growth have made him a very popular leader and people look at him as an idol. Now the entire country has already been singing praises of his achievements. Modi has achieved fame within the country and all over the world. Everyone is watching him for his next steps with eagerness and interest. Apart from Pakistan, many superpowers like USA, Britain, China and Japan are very anxious to improve their ties with us. Everyone hopes that India will witness a new dawn of progress on its horizon with the able leadership of Narendra Modi. Kumar Pankaj, an experienced journalist has studied the entire journey of Narendra Modi, starting from his childhood to the present position he holds today, in great depth. This work, by the successful author of 'Mayanayak Narendra Modi', is worth preserving

Sujets

Informations

Publié par
Date de parution 01 janvier 0001
Nombre de lectures 0
EAN13 9789352618415
Langue English

Informations légales : prix de location à la page 0,0158€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

નરેન્દ્ર મોદીનો નમોઃ મંત્ર

ડાયમંડ બુક્સ
eISBN: 9789352618415
© પ્રકાશકાધીન
પ્રકાશક :ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન: 011- 41611861, 40712100
ફેક્સ: 011- 41611866
ઇ-મેઇલ: ebooks@dpb.in
વેબસાઇટ: www.diamondbook.in
સંસ્કરણ: 2015
NARENDRA MODINO NAMO MANTRA
by : Kumar Pankaj
પ્રસ્તાવના
આજે નરેન્દ્ર દામોદર દાસ મોદી કોઈ અજ્ઞાત હસ્તી નથી રહી ગયા; પૂરો દેશ એમની પ્રશસ્તિના ગાયન ગાઈ રહ્યો છે અને એમની સિદ્ધિઓના લોકગીત વંચાઈ રહ્યા છે. ભારતમાં ઊંડી રુચિ રાખવાવાળા દેશોમાં પણ એમની નવી મહત્તા સ્વીકાર કરવામાં આવી રહી છે. ભારતના પ્રધાનમંત્રી બન્યા પછી તો એમની લોકપ્રિયતા ખૂબ ઝડપથી વધી છે. એમને એક મહાનાયકના રૃપમાં જોવામાં આવી રહ્યા છે. એમના માટે પણ આ એક કડી પરીક્ષાનો સમય છે કે, કેવી રીતે રાષ્ટ્રની સામે ઉભરતા પડકારોથી પાર ઉતરશે. પરંતુ મોદી માટે આ કોઈ નવી વાત નથી, કેમ કે તેઓ તો બાળપણથી જ સતત પડકારોથી ઝઝૂમતા આવ્યા છે. એ જોવાનું છે કે, કઈ પ્રકારે તેઓ કરોડો દેશવાસીઓની કામનાઓને યોગ્ય દિશા આપીને એમની અપેક્ષાઓ પર ખરા ઉતરી શકશે તથા પોતાની ચૂંટણી પૂર્વના વચનો પણ પૂરા કરી શકશે. કેટલાય જટિલ પ્રશ્ન પણ છે તથા એમના સંભવિત નિરાકરણ અને ઉત્તર પણ; કેમ કે સન્ ૨૦૦૧થી; જ્યારે એમણે પહેલીવાર ગુજરાતની જવાબદારી સંભાળી હતી, એમને ક્યારેય પાછળ વળીને જોવાની જરૃર નથી પડી. તેઓ પોતાના નાગરિકોની આશાનું કેન્દ્ર થઈ ગયા હતા, જ્યારે ચાર વાર એમણે આ પ્રાન્તનું સુશાસન ચલાવ્યું. એમના પ્રથમ અને અંતિમ કાર્ય-સત્ર તો નાના જ રહ્યા, પણ ગુજરાતી જનતાનો વિશ્વાસ જીતવામાં અત્યંત સફળ રહ્યા છે.
સન્ ૨૦૦૭માં જ્યારે નરેન્દ્ર મોદીજીએ ગુજરાત પ્રશાસનની જવાબદારી સંભાળી, તો એમણે ગુજરાતને પ્રગતિ અને વિકાસના પથ પર અગ્રેસર કરી દીધું, જે એમની અથાગ મહેનત તેમજ સ્પષ્ટ ભવિષ્ય દર્શનનું પ્રતિફળ હતું. ગુજરાતની જનતા પણ એમને એક સ્પષ્ટ ભવિષ્ય-દૃષ્ટા માનવા લાગી.
આજે નરેન્દ્ર ભાઈ મોદી રાષ્ટ્રના નવા પ્રધાનમંત્રી છે. નિર્વિવાદિત રૃપથી એમણે આ બધું પોતાની પ્રખરતા, પ્રતિભા,લક્ષ્યો પ્રતિ પ્રતિબદ્ધતા તેમજ કુશાગ્ર એકાગ્રતાથી પ્રાપ્ત કર્યું છે. એમની અદમ્ય ઇચ્છા શક્તિ, સકારાત્મક વિચારસરણી, દેશની પ્રગતિ અને વિકાસ હેતુ અથાગ પ્રયત્નોએ એમને અત્યાધિક લોકપ્રિય નેતા જ બનાવી દીધા છે, તેઓ લોકોના આદર્શ રૃપમાં ઉભર્યા છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપા)એ તો ઇતિહાસ જ રચી દીધો. એમના નેતૃત્વમાં આ દળે પહેલી વાર પોતાના જ બળ પર શાનદાર સંપૂર્ણ બહુમત પ્રાપ્ત કર્યો. પહેલી વાર જ એવું થયું કે, એમના અને એમની મંત્રીપરિષદના શપથ ગ્રહણ સમારોહમાં ના ફક્ત પાડોશી દેશોના રાજાધ્યક્ષ પધાર્યા હતા, બલ્કે વિશ્વના કેટલાય મોટા નેતાઓએ એમને શુભકામના સંદેશ મોકલ્યા.
પરંતુ આ બધું એમને રાતોરાત જ મળી ગયું ન હતું. રાજનીતિક માર્ગ પર એક લાંભી યાત્રા, બલિદાનો અને મહેનતથી જ તેઓ એવી સફળતાઓ પ્રાપ્ત કરી શક્યા. એમની સફળતાનું રહસ્ય એમના બલિદાન તેમજ પરિશ્રમ પ્રગટ કરે છે. જનતાંત્રિક વ્યવસ્થામાં દરેકને પોતાનો મત વ્યક્ત કરવાનો અધિકાર થાય છે, પણ જો આપણે એક વ્યાવહારિક રાજનૈતિક વિચારક અને દાર્શનિક, બેન્થમના ઉપભોક્તાવાદી વિચારો પર દૃષ્ટિ નાખીએ તો એ પણ નકારી નથી શકાતું કે, મહાનતાએ વ્યાવહારિકતાની પરીક્ષામાં સફળતાપૂર્ણ પસાર થવું પણ જરૃરી છે. નરેન્દ્ર મોદીનું આટલા દીર્ઘકાળ સુધી સત્તામાં ટકી રહેવું સ્પષ્ટ રીતે સિદ્ધ કરે છે કે, મોદીજીને દિલોને જીતવાનું હુનર આવડે છે. એ કોઈ કલા કે જાદૂ નથી. આ સંદર્ભમાં મને બે પંક્તિઓ યાદ આવી રહી છે.
લોકો કહે છે કે દુનિયામાં બદલાવ જરૃરી છે, પણ એવા પણ લોકો હોય છે જે દુનિયાને બદલી દે છે.
આ પંક્તિઓ નરેન્દ્ર મોદીની ખૂબ જ સચોટ વ્યાખ્યા કરે છે. એ સમય વીતી ગયો, જ્યારે લોકપ્રિયતા સરળતાથી પ્રાપ્ત કરી શકાતી હતી. હવે તો એક તરફ સામન્તશાહી પોતાનો પ્રભાવ ગુમાવી રહી છે, તો બીજી તરફ રાજનૈતિક જોડ-તોડ પણ નિષ્પ્રભાવી થતાં જઈ રહ્યા છે. હવે તો રાજનીતિમાં સફળતા ત્યારે જ શક્ય છે, જ્યારે વિકાસ પથ પર સતત ચાલતા જાઓ. છેલ્લાં બે દશકોનો ઇતિહાસ સાક્ષી છે કે, જેમણે વિકાસ અને ફક્ત વિકાસ પર પોતાનું રાજનૈતિક લક્ષ્ય કેન્દ્રિત રાખ્યું, તેઓ જ સફળ થઈને ઉભર્યા છે.
પૂરી રીતથી સ્વીકાર્ય વ્યક્તિત્વ મેળવવું ખરેખર મુશ્કેલ છે, કેમ કે દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કમી તો હોય છે. કટ્ટરપંથીઓના બધા આરોપોનો જવાબ તો મોદીજી પણ નથી આપી શકતા. પણ એ આરોપોમાં સત્ય કેટલું છે? આ બાબતમાં તો દરેકનો પોત-પોતાનો મત હોય છે. પણ એમની વિરુદ્ધ એક આરોપ તો નકારી જ શકાય છે કે જે સમુદાયોની વિરુદ્ધ તથાકથિત રૃપથી એમણે બહુધા પક્ષપાત કર્યો, એમના જ મતદાતાઓએ એમને તેમજ એમના દળને ભારે સંખ્યામાં મત આપીને વિજયી બનાવ્યા.
વિભિન્ન સર્વેક્ષણો અનુસાર ભવિષ્યના પ્રધાનમંત્રી તરીકે મોદી જ લોકોની પ્રથમ રુચિ હતા.
આ પુસ્તકના માધ્યમથી મેં એમના કેટલાંક તથ્યાત્મક તેમજ અપરિવર્તિત પાસાઓને રેખાંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે.
જ્યારે ઇન્ડિયા ટુડે નેટવર્ક દ્વારા આયોજિત 'નમો-મંત્ર' કાર્યક્રમમાં એમનાથી એમના પ્રધાનમંત્રી ઉમેદવાર સંબંધી પ્રશ્ન પૂછવામાં આવ્યા, તો તેઓ ખૂબ જ સહજ રૃપથી એમાં એમ કહીને બચતા રહ્યા કે : ''હું તો પોતાનું કામ કરું છું- દિલ્લી અથવા ગુજરાતમાં કહ્યા કરું છું, એ વિચારવું મારું કામ નથી.''
હું એક શેરનું ઉદાહરણ આપવા ઇચ્છું છું :
''મેં અકેલા હી ચલા થા જાનિબે-મંજિલ મગર લોક સાથ આતે ગયે ઔર કારવાં બનતા ગયા.'' (મજરૃહ સુલ્તાનપુરી)
- કુમાર પંકજ
અનુક્રમ
 
પ્રસ્તાવના નરેન્દ્ર મોદી : સંઘર્ષપૂર્ણ જિંદગી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઃ કાર્યાલયમાં પ્રથમ ૧૦૦ દિવસ અને એનાથી આગળ વિદેશ નીતિમાં મોદીની સિદ્ધિઓ નમો મંત્ર ભાજપામાં મોદી યુગ મીડિયા અને મોદી મહત્ત્વપૂર્ણ ઇન્ટરવ્યૂ દેશ માટે યોજનાઓ સોશ્યલ મીડિયા અને મોદી નમોની સામે પડકારો મુખ્ય ૧૦ પ્રાથમિકતાઓ એક સકારાત્મક પ્રારંભ મોદીઃ એક વ્યક્તિના રૃપમાં અને એમની અદ્વિતીયતા નરેન્દ્ર મોદીના સ્વર્ણિમ શબ્દ નરેન્દ્ર મોદીનું જીવનવૃત્ત સંદર્ભ
નરેન્દ્ર મોદીઃ સંઘર્ષપૂર્ણ જિંદગી
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થિત એક નાના ગામ વડનગરમાં સપ્ટેમ્બર, ૧૯૫૦માં જન્મેલા નરેન્દ્ર મોદીનું લાલન-પાલન એક એવા વાતાવરણમાં થયું, જેનાથી એમના પર ઉદારતા, પરોપકાર અને સામાજિક સેવા જેવાં મૂલ્યોનો પ્રભાવ પડ્યો. ૬૦ના દશકની વચ્ચે ભારત-પાક. યુદ્ધ દરમિયાન, ઓછી ઉંમર હોવા છતાં, એમણે રેલવે સ્ટેશનો પર આવાગમન દરમિયાન સૈનિકોની સ્વૈચ્છિક સેવા કરી હતી. ૧૯૬૭માં એમણે ગુજરાતના પૂર પીડિતોની સેવા કરી હતી. ઉત્કૃષ્ટ સંગઠનાત્મક સામર્થ્ય અને મનોવિજ્ઞાનની ઊંડી સમજ હોવાને કારણે એમણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)માં પોતાની સેવાઓ પ્રદાન કરી હતી અને ગુજરાતના અલગ-અલગ સામાજિક-રાજનૈતિક આંદોલનમાં મહત્ત્વૂપર્ણ ભૂમિકા નિભાવી હતી.
કિશોરાવસ્થામાં જ એમને અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પોતાના સશક્ત વ્યક્તિત્વ અને સાહસને કારણે એમણે પ્રત્યેક પડકારને અવસરમાં રૃપાંતરિત કરી બતાવ્યો. ખાસ કરીને, જ્યારે એમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે મહાવિદ્યાલય તેમજ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લીધો, ત્યારે એમનો રસ્તો કઠિન સંઘર્ષ અને પીડાદાયક પરિશ્રમથી ભરેલો પડ્યો હતો, પરંતુ જીવન સંગ્રામમાં તેઓ હંમેશાં એક યોદ્ધા, એક સાચ્ચા સૈનિકની જેમ રહ્યાં. એક વાર પગલું વધાર્યા પછી એમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. હાર માનવી કે પરાજિત થવું એમણે ક્યારેય સ્વીકાર નથી કર્યું. પોતાના આ દૃઢ નિશ્ચિયને કારણે એમણે રાજનીતિ વિજ્ઞાનમાં સ્નાતકોત્તરનું શિક્ષણ પૂરું કર્યું. ભારતના સામાજિક તેમજ સાંસ્કૃતિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાવાળા સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંગઠન (આરએસએસ)થી એમણે શરૃઆત કરી અને નિઃસ્વાર્થતા, સામાજિક જવાબદારી, સમર્પણ તેમજ રાષ્ટ્રવાદની ભાવનાને આત્મસાત કરી.
આરએસએસમાં પોતાના કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીએ ૧૯૭૪ના ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલન અને ૧૯ મહીના (જૂન ૧૯૭૫થી જાન્યુઆરી ૧૯૭૭)ના લાંબાગાળા સુધી રહેલી ભયંકર 'કટોકટી', જ્યારે ભારતીય નાગરિકોના મૂળ અધિકારોનું ગળું ઘોંટી દીધું હતું, આવી વિભિન્ન ઘટનાઓના સમયે તેઓએ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવી. આ પૂરા સમય દરમિયાન ભૂમિગત રહીને મોદીજીએ ગુપ્ત રીતથી કેન્દ્ર સરકારની ફાંસીવાદી નીતિઓ વિરુદ્ધ જોશીલા અંદાજમાં જંગ છેડીને લોકતંત્રની ભાવનાને જીવિત રાખી.
૧૯૮૭માં ભારતીય જનતા પાર્ટી (ભાજપા)માં સામેલ થઈને એમણે રાજનીતિની મુખ્ય ધારામાં પ્રવેશ કર્યો. એક વર્ષની અંદર જ એમણે પાર્ટીના ગુજરાત એકમના મહામંત્રી નિયુક્ત કરવામાં આવ્યા. ત્યાં સુધી એમણે એક અત્યંત કુશળ સંગઠકના રૃપમાં ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી. એમણે સાચ્ચા અર્થોમાં પાર્ટી કાર્યકર્તાઓને સક્રિય કરવા માટે પડકારજનક કાર્યનું બીડું ઉઠાવ્યું, જેના કારણથી પાર્ટીને રાજનીતિક લાભ મળવાનો શરૃ થઈ ગયો અને એપ્રિલ, ૧૯૯૦માં કેન્દ્રમાં ગઠબંધન સરકાર અસ્તિત્વમાં આવી. આ રાજનીતિક ગઠબંધન થોડા મહીનાઓના અંતરાલ પછી તૂટી ગયું, પરંતુ ૧૯૯૫માં ભાજપા પોતાના દમ પર ગુજરાતમાં બે-તૃત્યાંશ બહુમતની સાથે સત્તા પ્રાપ્ત કરવામાં સફળ રહી. ત્યારથી ગુજરાતમાં સત્તાની બાગડોર ભાજપાના હાથોમાં છે.
૧૯૮૮ થી ૧૯૯૫ દરમિયાન એમની ઓળખ એક કુશળ રણનીતિકારના રૃપમાં સ્થાપિત થઈ, જેમણે ગુજરાત ભાજપાને રાજ્યમાં સત્તાધારી પાર્ટી બનાવવા માટે જમીની કાર્યને સફળતાપૂર્વક અંજામ આપ્યો હતો. આ દરમિયાન, નરેન્દ્ર મોદીને બે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય ઘટનાઓના આયોજનની જવાબદારી સોંપવામાં આવી. એક, શ્રી લાલકૃષ્ણ આડવાણીની સોમનાથથી અયોધ્યા સુધીની લાંબી રથયાત્રા અને બીજી, દેશના દક્ષિણી છેડા પર સ્થિત કન્યાકુમારીથી ઉત્તરમાં કાશ્મીર સુધીની યાત્રા. ૧૯૯૮માં નવી દિલ્લીની સત્તામાં ભાજપાના ઉદયનો શ્રેય આ જ બે અત્યંત સફળ ઘટનાઓને ફાળે જાય છે, જેમાં શ્રી મોદીની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી હતી.
૧૯૯૫માં એમને પાર્ટીના રાષ્ટ્રીય સચિવ નિયુક્ત કરવામાં આવ્યા અને દેશના પાંચ મહત્ત્વપૂર્ણ રાજ્યોની જવાબદારી સોંપવામાં આવી, જે કોઈ પણ યુવા નેતા માટે મોટી સફળતાની વાત હતી. ૧૯૯૮માં એમને મહાસચિવ (સંગઠન)ના પદ પર પદોન્નત કરવામાં આવ્યા. ઑક્ટોબર, ૨૦૦૧માં ભારતના સૌથી સમૃદ્ધ અને પ્રગતિશીલ રાજ્યોમાંથી એક ગુજરાતના મુખ્યમંત્રીના રૃપમાં નિયુક્ત થવા સુધી તેઓ પોતાની સેવાઓ મહાસચિવ તરીકે પાર્ટીને આપતા રહ્યાં. રાષ્ટ્રીય સ્તર પર એમના કાર્યકાળ દરમિયાન મોદીને જમ્મૂ તેમજ કાશ્મીર જેવાં સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ રાજ્યો સિવાય એટલા જ સંવેદનશીલ ઉત્તર-પૂર્વી રાજ્યો સહિત અન્ય કેટલાય રાજ્યોમાં પાર્ટીના પ્રદેશ એકમોની બાબતોને જોવાની જવાબદારી સોંપવામાં આવી. રાષ્ટ્રીય સ્તર પર કાર્ય કરવા દરમિયાન શ્રી મોદી પાર્ટીના એક મહત્ત્વપૂર્ણ પ્રવક્તા તરીકે ઉભરીને સામે આવ્યા તથા કેટલીય મહત્ત્વપૂર્ણ ઘઠનાઓના સમયે એમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી.
આ દરમિયાન એમણે દુનિયાભરના દેશોમાં યાત્રાઓ કરી અને અનેક પ્રતિષ્ઠિત નેતાઓની સાથે વિચાર-વિમર્શ કર્યા. આ અનુભવોથી ના ફક્ત એમના વૈશ્વિક દૃષ્ટિકોણનો વિકાસ થયો, બલ્કે ભારતની સેવા કરવા તથા દુનિયામાં એનું સામાજિક-આર્થિક વર્ચસ્વ સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય પણ તીવ્ર બન્યો. મોદી હંમેશાં જિજ્ઞાસુ બનીને રહ્યાં અને જિજ્ઞાસુ બનીને જ રહેવા ઇચ્છે છે. નિત નવા પ્રયોગ કરવા એમની આદતમાં સામેલ છે. તેઓ નવા પ્રયોગોને મટો જ પડકારની સાથે લે છે અને એના પર પ્રયોગ કરવામાં લાગી જાય છે. જ્ઞાન વિજ્ઞાનના નવા વિષયો પર એમની ઊંડી રુચિ છે. આથી તેઓ પોતાની યાત્રાઓ દરમિયાન પણ આ પ્રકારની શોધમાં લાગેલા રહે છે કે અહીંયા શું નવું છે કેમ કે તેઓ કહે છે, જ્યાં સુધી મનુષ્ય કશું નવું નથી પ્રાપ્ત કરતો, ત્યાં સુધી ના તો એના ક્યાંય જવાનો અર્થ છે અને ના તો કોઈ કામ કરવાનો વિચાર. આથી તેઓ નવા પ્રયોગો કરતા રહેવા માટે હંમેશાં પ્રયત્નશીલ રહે છે. તેઓ પોતાની પળ-પળનો ઉપયોગ ઉત્તમથી ઉત્તમ કામ માટે કરવા ઇચ્છે છે. હંમેશાં સમયના સદુપયોગને પ્રભાવી માનીને તેઓ આ કામમાં લાગેલા રહે છે કે નવું શું છે. એમના મનમાં જિજ્ઞાસા એવી ભરેલી પડી છે કે, જો ક્યારેલ લાગ્યું કે આ કામ નથી થઈ શકતું, તો એને કેવી રીતે

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents