Nobel Peace Prize Winner Malala
83 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris

Nobel Peace Prize Winner Malala , livre ebook

-

Découvre YouScribe en t'inscrivant gratuitement

Je m'inscris
Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus
83 pages
English

Vous pourrez modifier la taille du texte de cet ouvrage

Obtenez un accès à la bibliothèque pour le consulter en ligne
En savoir plus

Description

She is Malala Yousafzai, a fragile looking teenage girl, who suddenly brought her otherwise infamous country Pakistan, into the limelight of respectability. She is the youngest ever Nobel Prize recipient. Malala is famous for her contribution in the field of human rights advocacy for education and for her struggle of supporting women rights in her native Swat Valley in the Khyber Pakhtunkhwa province of northwest Pakistan, where the local Taliban had banned girls from attending school. Malala's advocacy has since grown into an international movement. She dominated global news headlines, when on the afternoon of 9 October 2012; she was shot in the head by a Taliban gunman. Overnight she became one of the most famous teenager in the world. This is about her incredible yet very inspiring life and struggle that made her an ideal human being.

Sujets

Informations

Publié par
Date de parution 01 janvier 0001
Nombre de lectures 0
EAN13 9789350837351
Langue English
Poids de l'ouvrage 1 Mo

Informations légales : prix de location à la page 0,0158€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.

Extrait

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા
મલાલા
(નારી સ્વતંત્રતાની નિર્ભીક યોદ્ધા)
 
ડાયમંડ બુક્સ
 
© પ્રકાશકાધીન
પ્રકાશક :ડાયમંડ પૉકેટ બુક્સ પ્રા. લિ.
X-30, ઓખલા ઇંડસ્ટ્રિયલ એરિયા, ફેઝ-II,
નવી દિલ્હી-110020
ફોન: 011- 41611861, 40712100
ફેક્સ: 011- 41611866
ઇ-મેઇલ: ebooks@dpb.in
વેબસાઇટ: www.dpb.in
સંસ્કરણ: 2015
NOBLE SHANTI PURASKAR NI VIJETA MALALA
By – Kritika Bhardwaj & Ashok K. Sharma
આ પુસ્તક મારા સ્વર્ગીય દાદા-દાદી શ્રી મૂળચંદ શર્મા તેમજ શ્રીમતી ભરતો દેવી અને મારા નાના-નાની શ્રી દયાનંદ શર્મા તથા શ્રીમતી મનોરમા દેવીને સમર્પિત છે.
આભાર
તમે કોઈ પ્રેરણાના અભાવમાં લેખક બનવાની કલ્પનાસુદ્ધાં નથી કરી શકતા, એવું થવું અશક્ય છે. જેમ કે આપણે કહીએ છીએ કે, દરેક સફળ પ્રયાસની પાછળ, ઘણાં બધાં લોકોનો હાથ હોય છે, અહીંયા પણ એવું જ છે. હું ડાયમંડ બૉકેટ બુક્સના ચેરમેન નરેન્દ્ર કુમાર વર્માજીની હૃદયથી આભારી છું, જેઓ આ પુસ્તક લેખન દરમિયાન મારા સહાયક રહ્યા. એમણે મારી લેખન ક્ષમતા પર પોતાનો વિશ્વાસ પ્રગટ કર્યો અને મને બતાવ્યું કે, કશું પણ અશક્ય નથી હોતું, એમના કારણે જ હું પોતાની પ્રથમ, બિન-શૈક્ષણિક પુસ્તકનાં લેખનમાં સફળ રહી. અહીંયા હું પોતાના સહ-લેખક ડૉ. અશોક કુમાર શર્માનું નામ પણ વિશેષ રૃપથી લેવા ઇચ્છીશ, જેમણે આ પરિયોજનામાં મારી યથાસંભવ સહાયતા કરી અને મને સમજાવ્યું કે, હકીકતમાં પુસ્તક લેખન કોને કહે છે.
આજે હું જે પણ છું, જ્યાં પણ છું; એનો શ્રેય મારા માતા-પિતા શ્રી એમ. ડી. શર્મા તથા શ્રીમતી રાજરાની શર્માને જાય છે; મારા તાઉજી શ્રી રામનિવાસ શર્મા તથા શ્રી રાજેન્દ્ર શર્માજીને; એના સિવાય બે લોકો હંમેશાં મારા મિત્રોની જેમ દરેક સ્થિતિમાં શક્તિસ્તંભ બનીને મને સમર્થન આપતા આવ્યા છે, મારા મામાજી શ્રી વિવેકાનંદ શર્મા તથા મારા નાના ભાઈ ભવ્ય ભારદ્વાજ. તેઓ બંને મારા માટે મિત્રોથઈ પણ ક્યાંય વધારે છે અને અમારી વચ્ચે એક આત્મીય સંબંધ છે. એમના દ્વારા મળેલાં સહયોગને કારણે જ હું જીવનનાં અનેક ઉતાર-ચઢાવને સફળતાપૂર્વક પાર કરવા યોગ્ય બની શકી. હું પોતાના પરિવારના વરિષ્ઠ સદસ્યો અને મિત્રોથી મળેલાં અવિસ્મરણીય સહયોગને ક્યારેય નથી ભુલાવી શકતી.
અંતમાં, હું ઈશ્વરનો આભાર વ્યક્ત કરવા ઇચ્છું છે કે, એમણે મને મારા સપનાને સાકાર કરવાનો સોનેરી અવસર પ્રદાન કર્યો અને હું આ વિશેષ પુસ્તક પર લેખિકાનાં રૃપમાં પોતાનું નામ જોવામાં સફળ રહી.
વુડ્સ આર લવલી ડાર્ક એન્ડ ડીપ, એન્ડ માઇલ્સ ટૂ ગો, બિફોર આઈ સ્લીપ.. .
– કૃતિકા ભારદ્વાજ
પ્રસ્તાવના
મલાલા યુસૂફજઈ, સંસારની સૌથી પ્રસિદ્ધ છોકરીઓમાંથી એક છે. તે પોતાના એ કાર્યો તેમજ પ્રયાસો માટે પ્રસિદ્ધ છે, જેમના કારણે એને ૨૦૧૨માં તાલિબાની આતંકીઓની ગોળીનું શિકાર થવું પડ્યું આ એ જ સમયો હતો, જ્યારે જિઆઉદ્દીન યુસૂફજઈ તથા તોર પેકઈની બેટી ગુલ મકઈ માટે આખી દુનિયા ઊભી થઈ ગઈ. એણે અવાજ ઊઠાવ્યો. એની આતંકવાદી દળથી કોઈ દુશ્મની ન હતી, તે તો ફક્ત એટલું ઇચ્છતી હતી કે, એને સ્કૂલ જઈને ભણવા દેવામાં આવે. તે એ જ ઇચ્છતી હતી કે, એનાં અને એના ભણતરની વચ્ચે ક્યારેય કોઈ બાધા ન આવે. તે ભણવા ઇચ્છતી હતી, એક ડૉક્ટર બનવા ઇચ્છતી હતી અને એણે આ રીતે પ્રસિદ્ધ થવા વિશે પણ ક્યારેય વિચાર્યું પણ ન હતું. તે તો સામાન્ય બાળકોની જેમ મોટી થવા ઇચ્છતી હતી, જે પ્રતિદિવસ સ્કૂલ જાય છે અને નવી તેમજ અનોખી વાતોની જાણકારીની સાથે ઘેર પાછા ફરે છે.
...એનું જીવન બીજાઓની જેમ સાધારણ બનવા માટે ન હતું. એને ગોળી મારી દેવામાં આવી અને તે મોત અને જિંદગીની વચ્ચ શ્વાસો ગણવા લાગી, પરંતુ નિયતિએ એના માટે કશું બીજું જ રચી રાખ્યું હતું.
એને પોતાની વીરતા તેમજ સાહસ પ્રદર્શન માટે અનેક પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યા છે. આ રીતે એને લાગ્યું કે, એણે દુનિયાની એ છોકરીઓ માટે પણ અવાજ ઊઠાવવો જોઈએ, જેમને શિક્ષા મેળવવાનો અધિકાર નથી મળતો. જો કે, મલાલા ખૂબ જ સાહસી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે, તે એ જ કરવામાં સફળ થશે, જે એણે વિચારી રાખ્યું છે. આપણે ફક્ત પોતાની તરફથી એના માટે પ્રાર્થના કરી શકીએ છીએ અને ઈશ્વરથી એની સલામતીની દુઆ માંગી શકીએ છીએ.
– કૃતિકા ભારદ્વાજ – અશોક કુમાર શર્મા
વિષય સૂચી બાળપણના પ્રારંભિક દિવસ સ્વાત-દુઃખોની ઘાટી અમારા નામની ગોળીઓ જિંદગી અને મોતની વચ્ચે ઝૂલતાં-ઝૂલતાં નામ અને પ્રસિદ્ધિથી ભરેલું જીવન ...અને પછી મેળવ્યો નોબલ પુરસ્કાર ઉપસંહાર

બાળપણના પ્રારંભિક દિવસ
તે મલાલા યુસૂફજઈ છે, દુનિયાની સૌથી પ્રસિદ્ધ સ્કૂલી છોકરી, જેણે અચાનક જ પોતાના પ્રસિદ્ધિથી કોસો દૂર, પાકિસ્તાનને આદરણીય દેશોની સૂચીમાં લાવીને ઊભો કરી દીધો. એણે સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલથી સ્કાઇપ પર વાત કરી છે, એંજેલીના જોલીના ઘેર ચાનું નિમંત્રણ સ્વીકાર્યું છે અને મેડોનાએ એના નામે એક ગીત સમર્પિત કર્યું છે. જુલાઈમાં, મલાલાના સોળમાં જન્મદિવસ પર એની તસ્વીર ન્યૂયૉર્કના બ્રુકલિન પુલ પર બતાવવામાં આવી, સંયુક્ત રાષ્ટ્રમાં બધાએ પોતાના સ્થાનથી ઊભા થઈને, એનું અભિનંદન કર્યું અને બેયોંસે એને એક ઇંસ્ટાગ્રામ મોકલ્યો. બોનોએ આઈપેડ ઉપહારમાં આપ્યું , એના પોટ્રેટ નેશનલ પોટ્રેટ ગેલેરીમાં લગાવવામાંઆવ્યા અને તે નોબેલ પુરસ્કાર મેળવવાવાળી સૌથી અલ્પાયુની સદસ્યા બની ગઈ છે. એને હજું પણ સવારે જલ્દી ઉઠવાનું પસંદ નથી, એને જસ્ટિન બીબરના ગીત ગમે છે, જોક્સો સાંભળવા અને મિ. બીનની મિમીક્રી કરવી સારાં લાગે છે અને તે પોતાના ભાઈઓની સાથે જામીને લડાઈ કરે છે. એને રસ્તા પર ચાલતાં લોકોને પોતાના પગોની આહટથી ચોંકાવવામાં આનંદ આવે છે, તે પોતાના ડેડીને ચિઢાવે છે કે, તેઓ છોકરીઓના અધિકારોની હિમાયત કરતાં આખી દુનિયામાં ડોલતાં ફરે છે, તેમ છતાં પોતાના ઘરમાં ખાવાનું ટેબલ પણ સાફ નથી કરી શકતા.
જ્યારે મલાલાના જન્મ સ્થાન, ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનના ખૈબર પખ્તૂનવાલાની સ્વાત ઘાટી (ખીણ) પર તાલિબાનોનાં ભયંકર દળનું નિયંત્રણ થયું અને એમણે છોકરીઓની શિક્ષા પ્રાપ્ત કરવા પર રોક લગાવી, તો મલાલાએ પોતાના દુર્બળ સ્વરમાં અવાજ ઉઠાવ્યો કે, દરેક છોકરીને શિક્ષાનો અધિકાર મળવો જ જોઈએ. સ્વાત ઘાટીથી ઊઠેલો તે દુર્બળ સ્વર આજે પૂરા સંસારમાં એક એવી છોકરીનો સ્વર બનીને ગૂંજી રહ્યો છે, જેણે એક બાળકી હોવા છતાં પણ, આખી દુનિયાના બાળકોનાં શિક્ષણ પ્રાપ્ત કરવાનાં અધિકાર માટે વિદ્રોહ કર્યો અને એના માટે પોતાના જીવનસુદ્ધાને પણ દાવ પર લગાવવાથી ના ચૂકી. તે આ વિદ્રોહથી જોડાયેલા પરિણામ જાણતી હતી, પરંતુ એનો સંકલ્પ તાલિબાનોના વિરોધથી પણ ક્યાંય તીવ્ર હતો અને પછી તાલિબાનોએ એના ઉઠેલાં સ્વરને હંમેશાં-હંમેશાં માટે દબાવવાનો નિર્ણય લઈ લીધો.
૯ ઑક્ટોબર, ૨૦૧૨, મલાલા પોતાની સ્કૂલ બસથી, સહેલીઓની સાથે ઘેર પાછી ફરી રહી હતી. તાલિબાનોના દળે રસ્તામાં બસ રોકી અને એક નકાબપોશ બંદૂકધારીએ બંદૂક તાણીને છોકરીઓથી પૂછ્યું કે, મલાલા કોણ છે? તે ઊઠી અને પૂરા સાહસની સાથે કહ્યું, ''હું મલાલા છું.' અને એ જ ક્ષણે, બસમાં બેઠેલી છોકરીઓ જાણી ગઈ હતી કે, એના પછી શું થવાવાળું હતું. ત્રણ ગોળીઓ દાગી દેવામાં આવી. પહેલી ગોળી મલાલાની ડાબી ભ્રમરની પાસે લાગી અને એની ખોપડીને ભેદવાને બદલે, એની ચામડીને નીચેથી થઈને, ખભામાં જઈ ઘૂસી. મલાલાની બચવાની આશા નહીં બરાબર હતી, પણ આખી દુનિયાની દુઆઓ તેમજ શુભકામનાઓએ એને બચાવી લીધી. તે મોતના મુખમાંથી પાછી આવી અને જો મેડિકલ ભાષામાં કહેવામાં આવે, તો આ એક ચમત્કારિક આરોગ્ય હતું.
'મને સંદેહ હતો કે, તે મને મારી દેશે, કેમ કે તે મને જ શોધી રહ્યા હતા; પણ અંદરને અંદર હું એ પણ જાતી હતી કે, જો હું મારી ગઈ તો બીજી કેટલીય મલાલા સામે આવી જશે અને ન્યાય માટે કરવામાં આવી રહેલી જંગ જારી રહેશે...'
જન્મ
મલાલા યુસૂફજઈનો જન્મ ૧૨ જુલાઈ, ૧૯૯૭એ, પાકિસ્તાનના મિંગોરા પ્રાંતમાં થયો. એનો જન્મ જે ગામમાં થયો, ત્યાં છોકરીનાં જન્મને શુભ માનવામાં નથી આવતો, પરંતુ છતાં પણ તે પોતાના માતા-પિતાની આંખોનો તારો હતી, એમની લાડલી હતી. જ્યારે સવાર થવાની તૈયારી હતી અને છેલ્લો સિતારો ટિમટિમાઈ રહ્યો હતો, એ જ સમયે બેટીનો જન્મ થયો, અને તે જે પશ્તૂન જાતિથી સંબંધ રાખતી હતી, ત્યાં આ વેળાને ખૂબ જ શુભશકનવાળી માનવામાં આવતી હતી. એનો જન્મ એક એવા કબીલામાં થયો, જ્યાં છોકરાના જન્મ પર ખુશી જાહેર કરવા માટે ગોળીઓ ચલાવવામાં આવે છે અને છોકરીઓને જન્મતા જ પર્દાની પાછળ છુપાવી દેવામાં આવે છે, આવા કબીલામાં જન્મ મેળવ્યા પછી પણ, આજે મલાલા કેટલી આગળ નિકળી આવી છે. એના પિતાનું નામ જિઆદુદ્દીન યુસૂફજઈ અને માતાનું નામ તોર પેકઈ યુસૂફજઈ છે. પિતાએ જેવી જ બેટીને પહેલીવાર જોઈ, તેઓ એના પર મુગ્ધ થઈ ઊઠ્યાં. એમણે જ એને મલાલા નામ આપ્યું અને પોતાના સંબંધીઓ તેમજ મિત્રોથી ક હ્યું કે, તેઓ એના પારણાં પર સૂકા મેવાઓનો વરસાદ કરે, જ્યારે કે આ શકન ફક્ત પુત્રના જન્મના સમયે જ મનાવવામાં આવે છે. બેટીનું નામ મઈવાડની મલાલઈના નામ પર રાખવામાં આવ્યું, જે અફગાનિસ્થાનની ખૂબ મોટી નાયિકા હતી. પશ્તૂન એ જાતિથી સંબંધ રાખે છે, જે પાકિસ્તાન તેમજ અફગાનિસ્થાનની વચ્ચે ફેલાયેલી છે. પશ્તૂન પોતાની જબાનના ખૂબ જ પાક્કા હોય છે અને એમના વિશે કહેવામાં આવે છે, 'જો દુનિયામાં તમારી પાસે પોતાનું માન ના રહ્યું, તો આ દુનિયાનો કોઈ અર્થ નથી.'
અફગાની લોકગાથા અનુસાર મલાલઈ મઈવાડમાં એક ચરવાહા (ભરવાડ)ની બેટી હતી, જે કંધારની પશ્ચિમમાં એક ગામ હતું. મલાલઈના પિતા તેમજ મંગેતરને અંગ્રેજોથી યુદ્ધ માટે જવું પડ્યું, મલાલા એ સમયે કિશોરી જ હતી. મલાલા ગામની અન્ય સ્ત્રીઓની સાથે યુદ્ધક્ષેત્રમાં જઈ પહોંચી, જેથી ઘાયલોની મલમપટ્ટી થઈ શકે અને તરસ્યાઓને પાણી પિવડાવી શકાય. તે જોઈ રહી હતી કે, એમના લોકો હારી રહ્યા હતા અને જેવો ઝંડો ઊઠાવવાવાળો ધરાશાયી થવા લાગ્યો, તે ઝંડો થામીને, છાતી તાણીને ઊભી થઈ ગઈ. પછી તે ગર્જી, ''નૌજવાનો! જો આજે તમે મઈવાડની જંગમાં લડતાં-લડતાં મેદાનમાં ચિત્ત નથી થતાં, તો અલ્લાહની કસમ, કોઈના હાથે પ્રાણોની રક્ષા થવી, તમારા માટે શરમથી ડૂબી મરવાવાળી વાત હશે.' તે એ જ સમયે ગોળીઓથી વિંધી દેવામાં આવી, પરંતુ એના શબ્દ લડાકુઓના મગજમાં ગૂંજી ઊઠ્યાં. તેઓ એ કિશોરીની વીરતા જોઈ દંગ હતા કે, જોતાં-જોતાં જ બાજી પલટાઈ ગઈ. બટાલિયને પૂરી બ્રિગેડનાં છક્કા છોડાવી દીધા અને આજે પણ બ્રિટિશ સેનાના ઇતિહાસકમાં એને એમની સૌથી ખરાબ પરાજય માનવામાં આવે છે. તે અફગાનનું ગૌરવ બની અને અંતિમ અફગાન રાજાએ કાબુલની વચ્ચોવચ એની પુણ્ય સ્મૃતિમાં મઈવાડ વિજય સ્મારક બનાવડાવ્યું. અફગાનમાં છોકરીઓનાં અનેક સ્કૂલોનાં નામ, એના નામ પર રાખવામાં આવ્યા છે, પરંતુ મારા દાદાને એ પસંદ ન હતું કે, પિતાએ મારું નામ મલાલા રાખ્યું હતું. એમનું કહેવું હતું કે, આ નામનો અર્થ થશે કે 'દુઃખોથી ત્રસ્ત'.
જ્યારે તે બાળકી હતી, તો એના પિતા એને એક ગીત સંભળાવ્યા કરતાં હતા. તે ગીત મઈવાડની મલાલાની પ્રશંસામાં લખવામાં આવ્યું હતું અને પેશાવરના પ્રસિદ્ધ ઉર્દૂ શાયર રહમત શાહ સાયલે એને તૈયાર કર્યું હતું. મલાલાના પિતા ઘેર આવવાવાળાઓને પણ મઈવાડની મલાલઈના કિસ્સા સંભળાવ્યા કરતાં, જેમને સાંભળીને તે પ્રિરેત થઈ ઊઠતી. આ યુવા નાયિકાએ પ્રારંભથી જ મલાલા પર ઊંડો પ્રભાવ પાડ્યો.
એના શબ્દ હતાઃ
'મઈવાડની મલાલઈ, એક વાર ફરીથી જાગ, જેથી પશ્તૂનોને સન્માનનું ગીત સમજમાં આવી શકે; તારી શાયરીથી સજેલાં શબ્દોએ તો આસપાસની આખી દુનિયાને બદલી દીધી હતી, હું તારાથી વિનંતી કરું છું કે, તૂં એક વાર ફરીથી ઊભી થઈ જા.'
એના પિતા એને બધાથી વધારે પ્રેમ કરતાં હતા, તેઓ એને પ્રેમથી જાનીમૂન કહેતાં, એટલે કોઈ એવું, જેને આપણે પોતાના જીવથી પણ વધારે પ્રેમ કરીએ છીએ. તે ખૂબ પ્રેમાળ બાળકી હતી અને વધારે શરારતી હતી. ખેર, છોકરીઓ તો નટખટ હોય જ છે, પણ મુસ્લિમ છોકરીઓથી હંમેશાં એ જ અપેક્ષા કરવામાં આવે છે કે, તેઓ ખૂબ જ અનુશાસનમાં રહેશે, ખૂબ જ વિનમ્રતાથી અને શાંતિથી વર્તન કરશે. જ્યારે મલાલાનો જન્મ થયો, તો પરિવાર દરિદ્ર અવસ્થામાં હતો, એના પિતાએ થોડાં જ સમય પહેલાં પોતાના મિત્રની સાથે મળીને સ્કૂલની સ્થાપના પણ કરી હતી. તેઓ બે ઓરડાંના ખસ્તાહાલ ઘરમાં રહેતા હતા, જે સ્કૂલની પાસેવાળી ગલીમાં જ હતું. એમની પાસે એક ઓરડો અતિથિઓ માટે હતો અને બીજા ઓરડામાં પૂરો પરિવાર રહ્યા કરતો. એ ઘરમાં શૌચાલય કે રસોઈઘરની વ્યવસ્થા ન હતી. ફર્શ પર જ ખ

  • Univers Univers
  • Ebooks Ebooks
  • Livres audio Livres audio
  • Presse Presse
  • Podcasts Podcasts
  • BD BD
  • Documents Documents